પોરબંદરમાં સિંધી સમાજના નવા વર્ષ ચેટીચાંદની થશે ઉજવણી

April 5, 2019 at 12:49 pm


પોરબંદરમાં સિંધી સમાજના નવા વર્ષ ચેટીચાંદની ઉજવણીનું આયોજન કરવામાં આવ્ું છે.સિંધી સમાજના આરાધ્યદેવ પૂ.શ્રી ઝુલેલાલ ભગવાનની જન્મજયંતિ ઉત્સવ ચેટીચાંદ એટલે કે સિંધીસમાજના નવા વર્ષની ઉજવણી તા. ૬૪ શનિવારે પોરબંદર સમસ્ત સિંધી સમાજ દ્રારા કરવામાં આવશે જેમાં સવારે કનકાઇ મંદિર પાસે ચોપાટી પર દરિયાલાલની પુજા અર્ચના અખો પલ્લવ, ભજન,કીર્તન ૭ વાગ્યે થશે. ૧૦:૩૦ કલાકે સિંધુ ભવનમાં ધ્વજારોહણ, ભજન, આરતી–પુજા, બપોરે અને રાત્રે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૪ થી પ:૩૦ ઝુલેલાલ મંદિરે સિંધુભવન ખાતે ભજન–કીર્તન, કથા આરતી બાદ ૬ વાગ્યાથી શોભાયાત્રા નિકળશે જે શહેરના વિવિધ રાજમાર્ગેા ઉપર ફરી કનકાઇ મંદિર થઇ, ચોપાટીએ વિસર્જન થશે. મહાપ્રસાદી સિંધુ ભવન ખાતે યોજાશે. મોટી સંખ્યામાં સિંધીસમાજના લોકો આ કાર્યક્રમોમાં જોડાશે અને તે અંગેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

Comments

comments

VOTING POLL