પોરબંદરમાં સેવાસેતુ કાર્યક્રમમાં 1980 પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ

September 1, 2018 at 1:32 pm


પોરબંદર બરડાઇ બ્રûસમાજ ઝુંડાળા વાડી ખાતે વોર્ડ નં. 3, 4 ના યોજાયેલ ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં 1980 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકોના વ્યકિતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્éું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, આધારકાર્ડ, રાશનકાર્ડને લગતા વિવિધ કામો જેવા કે નામ ઉમેરો, નામ કઢાવવા, જાતી પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્રો, હેલ્થ વેલનેસ કાર્ડ, કુંવરબાઇનું મામેરૂ, વિધવા સહાય, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, તથા જનધન યોજના જેવી પપ યોજનાલક્ષી સેવાઆેના લાભો સ્થળ પર જ પુરા પાડવામાં આવે છે.
પ્રાંત અધિકારી કે.વી. બાટીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સેવાસેતુમાં માં વાત્સલ્ય કાર્ડ સ્થળ પર મેળવનાર કાનાભાઇ ભુરાભાઇ સુંડાવદરાએ કહ્યું કે, સેવાસેતુ કાર્યક્રમથી મને પાંચ જ મીનીટમાં વાત્સલ્યકાર્ડ મળી ગયું. સરકારે લોકોના પ્રશ્નો, જરૂરીયાતો ઉકેલવા શરૂ કરેલ આ કાર્યક્રમ સાચા અથર્માં પ્રજાલક્ષી છે. આ સેવાસેતુ કાર્યક્રમમાં ચીફ આેફીસર આર.જે. હુદડ, નગરપાલીકા પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચા સહિતના વિવિધ વિભાગના અધિકારીઆે તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપિસ્થત રહ્યા હતા.
એરડા અને બાલોચ ગામે 1પ ગામના અરજદારોના પ્રશ્નોનો થશે ઉકેલ
લોકોના પ્રશ્નોનો ઘર આંગણે ઉકેલ લાવવા રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનો ચોથાે તબકકો શરૂ કરેલ છે. આ કાર્યક્રમ તા. 7/9/18ના રોજ પોરબંદર જીલ્લાના એરડા અને બાલોચ ગામે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં 1પ ગામના અરજદારોના પ્રશ્નો ઉકેલવામાં આવશે.
એરડા ગામે તા. 7 સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકથી પ્રાંત અધિકારી પોરબંદરના અધ્યક્ષસ્થાને યોજાનાર સેવાસેતુમાં એરડા ઉપરાંત કેશોદ, લુશાળા, ભડ, મિત્રાળા, દિયોદરના અરજદારોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. ઉપરાંત તા. 7 સપ્ટેમ્બરના રોજ કુતીયાણા તાલુકાના કોટડા ગામે પ્રાંત અધિકારી કુતીયાણાના અધ્યક્ષ સ્થાને યોજાનાર સેવાસેતુમાં કોટડા ઉપરાંત રામનગર, દેવડા, બાવળાવદર, ચોલીયાણા, અમર, માલ અને ટીબીનેશના અરજદારોના વ્યકિતલક્ષી પ્રશ્નો ઉકેલવામાં આવશે.
જીલ્લા કલેકટર મુકેશ પંડયાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લામાં સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી, સમાજ સુરક્ષા, બાળ વિકાસ, આરોગ્ય, વનવિભાગ સહિતના વિભાગના અધિકારીઆે ઉપિસ્થત રહી સેવાસેતુમાં સવારે 9 કલાકથી લોકોની અરજીઆે લઇ એ જ દિવસે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. તો આ કાર્યક્રમનો સંબંધિત ગામના લોકોને લાભ લેવા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

Comments

comments

VOTING POLL