પોરબંદરમાં હજારો રૂપિયાનો દારૂ કબ્જે

April 20, 2019 at 1:45 pm


પોરબંદરમાં પોલીસે હજારો રૂપિયાનો દારૂ કબ્જે કરીને અનેક શખ્સોની ધરપકડ કરી છે.
કાજીપીરના ડાયરા પાસે રહેતા આનદં ઉર્ફે મામુ વશરામ ખોડીયાર ૩૦૦૦ રૂપિયાનો દારૂ બાઇકમાં લઇ ફાયરબ્રિગેડ સામેથી નિકળ્યો ત્યારે પોલીસે તેને પકડીને ૩૩પ૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો. માધવાણી કોલેજ પાછળ યુગાન્ડા સોસાયટીમાં રહેતા રાણા ઉર્ફે લંગડી ચના મોરીને જીઆઇડીસી નજીકથી દારૂના ૩ બાચકા સહિત ૧૬૬૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો અને માલ આપનાર આદિત્યાણાના અમરા સેજા રબારી સામે પણ ગુન્હો નોંધવામાં આવ્ો છે. તે ઉપરાંત આદિત્યાણાનો નાગા ભીખુ ઓડેદરા હાજર મળી આવ્યો ન હતો, તેના ઘરમાંથી દારૂની થેલી મળી આવી હતી. તે ઉપરાંત ખાપટના ગાંગા બાબુ માલમ, લીલાબેન ડાયારામ આશાપુરા, ઉમરસારી ગામના રાજેશ ઉર્ફે રાજુ દેવજી ટંડેલ, જલારામ મંદિર પાસે રહેતા ગબ્બર ઉર્ફે દિનેશ રામજી મોતીવરસને પણ દારૂ સાથે ઝડપી લેવાયા છે. કડીયાપ્લોટ શેરી ન.ં ૭માં રહેતા કેશુ ઉર્ફે ખાટી નરશી ગોહેલ ઘરે હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના મકાનમાંથી દારૂ અને આથો મળી આવ્યો હતો.

Comments

comments