પોરબંદરમાં હારો રૂપીયાનો દેશી દારૂ મળ્યો

April 22, 2019 at 3:05 pm


પોરબંદરમાં દેશી દારૂનો હજારો રૂપીયાનો મુદ્દામાલ અને વાહનો પોલીસે કબ્જે કર્યેા છે.
પોરબંદરના ભોંયવાડામાં રહેતા આનદં ઉર્ફે મામો વશરામ ખોડીયારને સુઝુકી બાઈકમાં ૧૫૦ લીટર દારૂના ૬ બાચકા સહિત ૩૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડો હતો. તેવી જ રીતે છાંયા દરબારગઢ પાણીના ટાંકા પાસે રહેતા જેન્તી કાનજી મસાણીને દારૂ અને બાઈક સહિત ૨૫,૧૬૦ ના મુદ્દામાલ સાથે છાંયા રઘુવંશી સોસાયટી પાછળથી ઝડપી લેવામાં આવ્યો હતો. ખારવાવાડની મીઠી મસ્જીદ પાસે રહેતા કમલેશ ધનજી વાંદરીયા, ઉનાના નાથળ ગામના ગોપાલ સામત મકવાણાને દારૂ સાથે પકડી લેવાયા છે યારે ખાપટ–નવાપરાનો મુકેશ ભુપત ભુવા ઘરે હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના મકાનમાંથી દારૂની કોથળીઓ મળી આવી હતી

Comments

comments

VOTING POLL