પોરબંદરમાં ૧૦૦ લીટર દેશી દારૂ સાથે સ્કૂટરચાલક ઝડપાયો, એક નાસી ગયો

May 18, 2019 at 1:28 pm


પોરબંદરમાં ૧૦૦ લીટર દેશી દારૂ સાથે એકસેસ સ્કૂટરચાલક ઝડપાયો હતો, યારે એક શખ્સ નાસી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના ખારવાવાડના ચોગાન ફળીયામાં રહેતા કલ્પેશ ઉર્ફે કકુ જીતુ જુંગી પોતાનું એકસેસ સ્કૂટર લઈને નવાપાડામાં બ્રાન્ચ સ્કૂલની સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને રોકી તપાસ કરતા સ્કૂટરમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો આથી પોલીસે સ્કૂટર સહીત ૪૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી યારે આ દારૂની હેરફેરમાં વિવેક ઉર્ફે ટકો નામનો શખ્સ નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત મફતીયાપરા ઘાસ ગોડાઉન પાછળ રહેતા મંજુબેન અમરા સાદીયાના મકાનમાં પોલીસે દરોડો પાડી ૩ લીટર દારૂ સાથે તેમને ઝડપી લીધા હતા, યારે રાણાવાવના આદિત્યાણા બાયપાસ પર રહેતા હીરા બાબુના મકાનમાંથી ૭ લીટર દેશી દારૂ ભરેલ એક બાચકું પોલીસે પકડું હતું પરંતુ આરોપી હાજર નહીં મળી આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રસ્તા પર જોખમી રીતે ટ્રક રાખતા અટકાયત
અડવાણા ગામની પોલીસ ચેક પોસ્ટ પાસે જ જાહેર રોડ પર એક માલવાહક ટ્રક ભયજનક રીતે અને માનવજીંદગી જોખમાય તેમ અવરજવરમાં અડચણ થાય તે રીતે પાર્ક કરવામાં આવ્યો હોવાથી બગવદર પોલીસે આ ટ્રક રસ્તા પર રાખનાર કલ્યાણપુર તાલુકાના ગણેશગઢના સવદાસ જેસાભાઈ ગોજીયાની અટકાયત કરી છે

Comments

comments