પોરબંદરમાં ૧૦, ૨૦૦, પ૦૦ અને ર૦૦૦ રૂપીયાની અસલી જેવી જ નકલી નોટો !

April 15, 2019 at 1:53 pm


પોરબંદરમાં ૧૦ રૂપીયા, ૨૦૦ રૂપીયા, પ૦૦ રૂપીયા અને ર૦૦૦ રૂપિયાની અસલી જેવી જ નકલી નોટો પરચુરણ ધંધાને ત્યાં બાળકોને માટે વેચાતા ઇનામ (સુરતી)માં મળતી હોવાથી છેતરાવાનો ભય વધ્યો છે અને માર્કેટીંગ યાર્ડમાં અનેક વેપારીઓને અસલી નોટોની થપ્પીમાં નકલી નોટો પધરાવાતી હોવાની ફરિયાદ ઉઠતા તત્રં જાગે તે જરૂરી છે.
પોરબંદર શહેરમાં જુદા–જુદા વિસ્તારોની અંદર ચોકલેટ–બિસ્કીટ સહિત નાના પરચુરણ ધંધાર્થીઓ બાળકો માટે ઇનામની ચીજવસ્તુઓ અને સુરતીનું વેચાણ કરે છે જેમાં નંબર સ્ક્રેચ કરવાથી ઇનામ લાગતું હોય છે તેમાં ૧૦ રૂપિયા, ૨૦૦ રૂપીયા, પ૦૦ રૂ૫િયા અને ર૦૦૦ રૂપિયાની નકલી નોટો પણ ઇનામમાં લાગે છે. ચોંકાવનારી વિગત એવી જાણવા મળી છે કે, જે નકલી નોટ બજારમાં અસલી મળે છે એ જ પ્રકારની એ જ કલરની નોટો મળતી હોવાથી ઘણી વખત લોકો છેતરાઇ જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. આ નોટમાં રીઝર્વેબેંક ઓફ ઇન્ડિયાને બદલે મનોરંજન બેંક ઓફ ઇન્ડિયા અને ભારતીય રીઝર્વ બેંકને બદલે ભારતીય મનોરંજન બેંક લખેલું જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ ભારતીય બચ્ચો કા બેંક જેવા લખાણ ૧૦ની નોટમાં દેખાય છે. ગાંધીજીના ફોટાવાળી અને હાથી સહિત વાઘના સિમ્બોલવાળી ૧૦ની નોટથી માંડીને મંગળયાનની ર૦૦૦ની નોટ પણ અદલો અદલ ઓરીજનલ જેવી જ જણાય છે. એટલું જ નહીં પરંતુ આ નોટોમાં સ્વચ્છ ભારત મિશનનો લોગો અને એક કદમ સ્વચ્છતા કી ઓર લખેલું જોવા મળે છે તેથી આવી નોટો બજારમાં ફરતી થઈ છે અને નોટોના ડટા વચ્ચે નકલી નોટો મુકી દેવામાં આવી છે તેવું માર્કેટીંગ યાર્ડના વેપારીઓ દ્રારા થયેલી ફરિયાદમાં જણાવાયું છે ત્યારે તત્રં આ બાબતે જાગે તે જરૂરી છે. કમ સે કમ રાષ્ટ્ર્રપિતા મહાત્માગાંધીજીની તસ્વીર તો આવી નોટમાંથી દુર કરાવવી જોઇએ જેથી સરળતાથી અભણ માણસ પણ તેને જોઇને નકલી છે તેવું સમજી શકે. ઓરીજનલ નોટ જેવી જ લંબાઇ, રંગ, કદની આ નોટો બધં થવી જોઇએ તેવી માંગણી પણ ઉઠવા પામી છે

Comments

comments

VOTING POLL