પોરબંદરમાં ૧૩ જુનના ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવાની સંભાવના

June 11, 2019 at 1:34 pm


અરબી સમુદ્રમાં ડીપ્રેશન ઉત્પન્ન થતાં તે વાવાઝોડામાં પરિવર્તિત થવાનું જણાતા ૧૩ જુનના ભારે પવન સાથે પોરબંદરમાં વાવાઝોડું ફત્પંકાવાની સંભાવના હોવાથી બંદર ઉપર ૧ નંબરનું સિલ લગાડાયું છે તથા માછીમારીની સીઝન ૧૦ જુને જ પૂર્ણ થઇ ગઇ હોવાથી જે બોટો દરિયામાં હોય તેને પરત બોલાવી લેવા અથવા નજીકના કેન્દ્ર ઉપર જવા સુચના આપવામાં આવી છે.

બેઠકનું આયોજન
હવામાન ખાતાની આગાહી અનુસાર તા. ૧૧ જુન થી ૧૪ જુન દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેસર ઉદભવવાની શકયતાથી વાવાઝોડુ અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી પોરબંદર જીલ્લા કલેકટર મુકેશ પંડયાના અધ્યક્ષ સથાને કલેકટર કચેરીના સભાખડં ખાતે અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં કલેકટરએ જણાવ્ું કે, તા. ૧૧ જુન થી ૧૪ જુન સુધી વાવાઝોડું અને ભારે વરસાદ હોવાની આગાહી છે તથા તા. ૧૩ જુનના રોજ ભારે પવન સાથે વાવાઝોડું ફત્પકાવાની સંભાવના હોવાથી અધિકારીઓને સુચના આપી કે, માછીમારો દરિયામાં પ્રવેશ ન કરે, માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બોલાવવા, રેસ્કયુ માટે ફાયરબ્રીગેડ તૈયાર રહેવું, વાવાઝોડાની અસરથી રસ્તાઓ બ્લોક ન થાય તેની તકેદારી રાખવી, પ્રભાવીત ગામડાઓ સાથે સંપર્કમાં રહેવું, લોકોની આરોગ્યની સ્થિતી જળવાઇ રહે તે ખાસ જોવું, રસ્તાઓ પર લગાવેલા હોડિગ્સ ઉતારી લેવા તથા કન્ટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહેવું સહિતની સુચના આપી હતી.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, અધિક કલેકટર એમ.એચ. જોશી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. ધાનાણી, પ્રાંત અધિકારી કે.વી. બાટી સહિત કોસ્ટગાર્ડ, પોર્ટ, એરપોર્ટ, પાણી પુરવઠા સહિત કચેરીઓના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

બોટ એશો. દ્રારા સુચના
પોરબંદર માછીમાર બોટ એશો.ના પ્રમુખ જાદવજીભાઇ પોસ્તરીયા સહિત કમીટી સભ્યોએ જણાવ્ું છે કે, દરેક બોટ–પીલાણા માલિકોને જાણ કરવામાં આવે છે કે, હાલમાં સૌરાષ્ટ્ર્રના દરિયામાં વાવાઝોડાની પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે, જે હવામાન ખાતા અને કલેકટર સાથે થયેલ ટેલીફોનીક વાતચીત દ્રારા ચેતવણી આપવામાં આવેલ છે કે કોઇપણ પીલાણા અથવા બોટ દરિયામાં ફીશીંગ કરતી હોય તે તાતકાલીક બંદરમાં આવી જાય. સાથે તા. ૯૬૧૯ ના રોજ માછીમારીની સીઝન પુરી થતી હોય જે બોટ–પીલાણાએ બંધની સાઇન ન કરાવેલ હોય તે તાત્કાલીક ફીશરીઝ વિભાગમાં પોતાની બોટ–પીલાણા બંધની સાઇન કરાવવાની ખાસ સુચના આપવામાં આવે છે.

બંદર ઉપર એક નંબરનું સિલ
પોરબંદરના બંદર અધિકારીએ પાઠવેલી યાદી પ્રમાણે ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગની ચેતવણી પ્રમાણે સમુદ્રમાં લો–પ્રેશર થવાની સંભાવનાને પગલે પોરબંદર બંદર ઉપર લોકલ સિલ નંબર ૧ લગાડવામાં આવ્ું છે. જેનો અર્થ એવો થાય છે કે, વરસાદ અથવા ડમરી સાથેના પવન દ્રારા હવામાનમાં ફેરફારને લીધે મોજા ઉદભવી શકે છે તેથી અગમચેતી એટલે કે, સાવચેતી સુચક આ સિલ લગાડવામાં આવ્ું છે.
મત્સ્યોધોગ વિભાગની સુચના
પોરબંદરના મદદનીશ મત્સ્યોધોગ નિયામકે બોટ માલીકો, ખારવા સમાજના આગેવાનો, બોટ એશો. વગેરેને જણાવ્ું છે કે, મીનીસ્ટ્રી ઓફ અર્થસાયન્સીઝ અમદાવાદ દ્રારા મળેલી સુચના અનુસાર વેરાવળથી ૧૦ર૦ કી.મી.ના દક્ષિણ–દક્ષિણપૂર્વમાં ડિપ્રેસન ઉતપન્ન થયેલ છે અને આગામી ૧ર કલાક દરમિયાન ડીપ ડીપ્રેશનમાં ફેરવાવાની સઘન સંભાવના તેમજ આગામી ર૪ કલાકમાં સાયકલોનિક તોફાનમાં ફેરવાવાની સંભાવના છે.

આગામી ૭ર કલાકમાં આ સાયકલોન ઉતર–ઉત્તરપિમ વિસ્તારમાં ખસેડાવાની સંભાવના રહેલી છે. આથી સર્વે માછીમાર ભાઇઓને તથા બોટ માલીકો, બોટ એશો.ને જણાવવામાં આવે છે કે, તા. ૧૦૬૨૦૧૯ થી ફીશીંગ સીઝન બધં થયેલ હોય જેટલી બોટો દરિયામાં હોય તેઓને પરત બોલાવવા તથા તેઓના નજીકના કેન્દ્રમાં ઉતરાણ કરવા આ સાથે જણાવવામાં આવે છે. ગુજરાત મત્સ્યોધોગ કાયદો–ર૦૦૩ તથા ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ–ર૦૦૩ મુજબ ૧૦ જુનથી ૧પ ઓગષ્ટ્ર બધં સીઝન જાહેર કરેલી હોય જે બોટોપીલાણાએ આવકની નોંધ કચેરી ખાતે કરાવેલ નથી તેઓ કાયદા મુજબ દંડને પાત્ર થશે

Comments

comments

VOTING POLL