પોરબંદરમાં ૧ લાખના બાઇકમાં વ્હીસ્કીની હેરાફેરી કરતા બે ઝડપાયા

April 19, 2019 at 2:14 pm


પોરબંદરમાં ૧ લાખના બાઇકમાં વ્હીસ્કીની હેરાફેરી કરતા બે ઝડપાયા છે.
વ્હીસ્કી સાથે ઝબ્બે
પોરબંદરના મેમણવાડામાં રહેતા સાબિર કાસમ મન્સુરી અને રાજકોટની મોમીન સોસાયટી, બજરંગવાડીમાં રહેતા તસ્લીમ ઇકબાલ માજોઠી ૧ લાખના યામાહા બાઇકમાં વ્હીસ્કીની ૩ બોટલ લઇ નિકળ્યા ત્યારે ફાયરબ્રિગેડ સામેથી ૧ લાખ રપપ૦ના મુદ્દામાલ સાથે બન્નેને પકડી પાડયા હતા.
દેશીદારૂના દરોડા
પોરબંદરના ચુનાભઠ્ઠી વિસ્તારમાં રહેતા કીશન ઉર્ફે પાગો સામજી ટીમાણીયા, રઘુવંશી સોસાયટીમાં રહેતા પરેશ નાજા વેગડા, કે.કે.નગર કુછડી રોડ ઉપર રહેતા રેખાબેન ભાણજી કવા, મુળ આંટીવાળા નેસ તથા જુનાગઢ રહેતા કાના ઉર્ફે કનુ નારણ ગુરગુટીયા, ભારવાડાના જીતુ વજશી સાદીયા, ઉનાના જારખવડા ગામના દેવશી દાના ચારણીયાને દારૂ સાથે પકડી પાડવામાં આવ્ા છે. માંગરોળના મકતુપુર ગામના હરદીપસિંહ પ્રભાતસિંહ ચુડાસમાને બાઇકમાં દેશીદારૂની કોથળી સહિત ૧૬૦૪૦ના મુદ્દામાલ સાથે માધવપુર ગામેથી પકડી પાડવામાં આવ્ા હતા.

Comments

comments

VOTING POLL