પોરબંદરમાં ૩૫૦૦ કરોડના હેરોઇન સાથે પકડાયેલ જહાજ ‘હેનરી’ને ભાંગવાની કાર્યવાહી શરૂ

May 24, 2019 at 1:10 pm


Spread the love

પોરબંદરમાં પોણા બે વર્ષ પહેલા ૩પ૦૦ કરોડના હેરોઇન સાથે પકડાયેલ જહાજને ભાંગવાની કાર્યવાહી શરૂ થઇ છે. એકાદ વર્ષ પહેલા ભારે પવનને કારણે દોરડા તુટી જતાં આ જહાજ જુની દીવાદાંડી સામે ફસાયું હતું.
જુલાઇ ર૦૧૭માં કોસ્ટગાર્ડની ટીમે ૩૯૦ કી.મી. દુર દરિયામાં હેનરી નામનું જહાજ પકડી પાડયું હતું જેમાંથી ૩પ૦૦ કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયો હતો. આ શીપનું નામ કેપ્ટને પ્રિન્સ–ર તરીકે ખોટું જાહેર કર્યુ હતું પરંતુ કોસ્ટગાર્ડે સાવચેતી અને સલામતીપૂર્વક તપાસ હાથ ધરીને જબરૂ ઓપરેશન પાર પાડયું હતું.

ઇરાનના છબ્બર બંદરથી મોટી માત્રામાં હેરોઇન ડ્રગ્સ ગુજરાતના દરિયા દ્રારા દેશમાં ઘુસાડવાનું દેશના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન ભારતીય કોસ્ટગાર્ડ દ્રારા સફળતાપૂર્વક પકડી પાડયું હતું જેમાં કોસ્ટગાર્ડ દ્રારા ઝડપી પાડવામાં આવેલ આ ઓપરેશનમાં ૩પ૦૦ કરોડની કિંમતનો ૧પ૦૦ કીલો હેરોઇન અને ચીતા ડ્રગ્સ મળી આવ્ો હતો.

પોરબંદરથી ૩૮૮ કી.મી.ના દરિયામાં જે તે સમયે શીપ દેખાતા પહેલા તેને પ્રીન્સ–ર અને ત્યારબાદ અલ–સાદીક અને છેલ્લે સાચુ નામ હેનરી આપતા સંપુર્ણ ભાંડો ફત્પટયો હતો અને તેમાં છુપાવાયેલા ૧પ૦૦ કીલોના ૩પ૦૦ કરોડનો જથ્થો મળી આવ્ો હતો.

ભંગાર ટગને ‘મેકઅપ’ કર્યેા પરંતુ ભાંડો ફત્પટયો હતો!
ભારતીય કોસ્ટગાર્ડે ઇરાનથી નિકળેલી જે ટગને ડ્રગ્સ સાથે પાઠયું હતું તે ટગના ક્રુમેમ્બરોની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. માલ ગુજરાતમાં પહોંચાડવા માટે ખુબ જ ભંગાર જેવી ટગની ખરીદી કરીને તેને મેકઅપ ની જેમ નવારગં રૂપ કલરકામ કરીને તૈયાર કરવામાં આવી હતી અને તેની પાછળ દોઢ–બે મહીના જેટલો સમય લાગ્યો હતો પરંતુ આ ભંગાર ટગના કાગળો–દસ્તાવેજો નહીં હોવાથી કોસ્ટગાર્ડ સમક્ષ ભાંડો ફત્પટી ગયો હતો.

ભારે પવનને કારણે જહાજ ફસાયું
એકાદ વર્ષ પહેલા પોરબંદર કોસ્ટગાર્ડની જેટી ઉપર દોરડા બાંધીને રાખવામાં આવેલ આ હેનરી જહાજ ભારે પવનને કારણે દોરડા છુટા પડી જતાં ત્યાંથી સીધું જ પોરબંદરની જુની દીવાદાંડી સામે સ્ટેટ લાઇબ્રેરી નજીક ફસાઇ ગયું હતું.

મંજુરીબાદ તોડવાની કાર્યવાહી શરૂ
પોરબંદરમાં ફસાયેલ આ જહાજ પુન: તરતુ થઇ શકે તેમ નહીં હોવાથી તેને ભાંગવાની કાર્યવાહી તંત્રોની મંજુરી બાદ શરૂ કરવામાં આવી છે.