પોરબંદરમાં 108 બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ થયાને પાંચ મહીના પછી મળ્યો પ્રથમ કેસ

September 1, 2018 at 1:46 pm


પોરબંદરને 108 બોટ એમ્બ્યુલન્સ સેવા મળી છે તેના પાંચ મહિના પછી પ્રથમ કેસ મળ્યો છે જેમાં બોટમાં પાંચ નોટીકલ માઇલ દુર દરિયામાં ખલાસીને ઝાડા-ઉલ્ટી સહિત શરીર ઠંડુ પડવા લાગતા બોટ સેવાએ મદદ કરી હતી.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરની ધ્રુવી નામની ફીશીગ બોટ જેટી ઉપરથી ફીશીગ માટે નિકળી હતી અને આ બોટ પાંચેક નોટીકલ માઇલ દુર પહાેંચી ત્યારે પ્રવિણ બચુભાઇ ડુમરા નામના 35 વર્ષના ખલાસી અચાનક બેહોશ જેવો થઇ ગયો હતો. પેટમાં દુઃખાવો થતો હોય તે રીતે કણસતો હતો અને શરીર પણ ઠંડુ પડવા લાગ્éું હતું આથી અન્ય ખલાસીએ 108 બોટને જાણ કરતા પોરબંદર બોટના પાયલોટ હીરાલાલ પાંજરી અને ઇ.એમ.ટી. યક્ષય ચુડાસમા તાત્કાલીક ત્યાં પહાેંચી ગયા હતા અને ખલાસીને 108 બોટ એમ્બ્યુલન્સમાં લઇને ફીઝીશ્યનની સલાહ પ્રમાણે આેકસીઝન ચાલુ કરી જરૂરી ઇન્જેકશન અને સારવાર આપી સલામત રીતે જેટી ઉપર લઇ જઇ રોડ ઉપરની 108 એમ્બ્યુલન્સે સાેંપીને સમયસર હોસ્પિટલે પહાેંચાડી દીધો હતો.
પાંચ મહીને મળ્યો કેસ
પોરબંદરના 110 કિલોમીટર લાંબા દરિયાકિનારે માછીમારી ઉદ્યાેગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસ્યો છે. સમુદ્ર કિનારે ત્યાં તેની આજુબાજુના પાંચ નોટીકલ માઈલના વિસ્તારમાં માછીમારોને તાત્કાલીક મેડીકલ સહાયની જરૂર પડે અથવા તો દરિયામાં બોટ હોય ત્યારે કોઈ અકસ્માત સજાર્ય તો ઈજાગ્રસ્તને સમુદ્રમાં જઈને સારવાર આપવાના શુભ આશય સાથે તા. 2/4/2018 ના રોજ 108 બોટ એમ્બ્યુલન્સ સેવાની ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડોકયાર્ડ ખાતે શરૂઆત કરવામાં આવી હતી અને પાંચ મહીના પછી પ્રથમ કેસ નાેંધાયો છે.
108 બોટ સેવાની જરૂરીયાત
પોરબંદરની આિથર્ક જીવાદોરી માછીમારી ઉદ્યાેગ છે અને ચાર હજારથી વધુ ફિશીગ બોટો તથા 3000 જેટલા પીલાણા (નાની હોડી)માં હજારો માછીમારો કામ કરે છે. સમુદ્રમાં ફિશીગ બોટો અને હોડીઆેની સતત અવરજવર રહે છે. બોટો જ્યારે દૂરના દરિયામાં હોય ત્યારે કોઈ અકસ્માત સજાર્ય તો કોસ્ટગાર્ડ અને નેેવી જેવી સુરક્ષા એજન્સીઆે તેમની મદદે પહાેંચી જાય છે. પરંતુ કાંઠાળ વિસ્તારમાં ફરતી બોટોમાં માછીમારોને તાત્કાલીક સારવારની જરૂરીયાત ઉભી થાય તો તેમની મદદે 108 બોટ સારવાર પહાેંચે તેવા હેતુ સાથે આ સેવા શરૂ થઈ છે. પોરબંદરના માછીમાર અગ્રણીઆેએ વારંવાર રાજ્યસરકારને રજુઆત કરી આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

Comments

comments

VOTING POLL