પોરબંદર અને રાણાવાવમાં વિજયા દશમી ઉજવાઇ

October 9, 2019 at 1:56 pm


પોરબંદર અને નજીકના રાણાવાવ ગામે રાષ્ટ્રીય સ્વંમસેવક સંઘ દ્વારા વિજયા દશમીની ઉજવણી નિમિતે શંપુજન સહિત આયોજનો હાથ ધરાયા હતા.
પોરબંદરમાં આયોજન
આર.એસ.એસ. દ્વારા પોરબંદરમાં વિજયાદશમીના શુભદિવસે શંપુજન તથા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચા, પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ, નવીબંદર સમસ્ત ખારવાના જ્ઞાતિપ્રમુખ કાંતિભાઇ કાણકીયા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોરબંદરના જિલ્લા સંઘ સંચાલક વિનોદભાઇ કોટીયાના હસ્તે દિપપ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. શંપૂજન તેમજ મહારકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોરબંદરના કાર્યકતાર્આેએ જહેમત ઉઠાવી હતી.

રાણાવાવમાં આયોજન
પોરબંદર નજીકના રાણાવાવ ગામે પણ આરએસએસ દ્વારા શંપુજનનો કાર્યક્રમ થયો હતો. વિજયાદશમીએ શહેરના આશાપુરા ચોકમાં શંપુજન કરવામાં આવ્éું હતું જેમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો ઉપિસ્થત રહ્યા હતા.

Comments

comments