પોરબંદર જિલ્લાનું ધોરણ ૧૨ કોમર્સનું ૭૪.૫૩ ટકા પરીણામ

May 25, 2019 at 2:07 pm


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્રારા માર્ચ ૨૦૧૯ માં લેવાયેલી ધોરણ ૧૨ કોમર્સની પરિક્ષાના પરીણામ જાહેર થતા પોરબંદર જિલ્લાનું ૭૪.૫૩ ટકા પરીણામ જાહેર થયું છે. ગત વર્ષે માત્ર ૪૪.૪૪ ટકા પરિણામ જાહેર થયું હતું યારે આ વર્ષે તેના કરતા ૩૦.૦૯ ટકા જેટલો તોતીંગ ઉછાળો જોવા મળ્યો છે.
પોરબંદર જિલ્લામાં કુલ ૨૮૪૦ વિધાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેમાંથી ૨૮૩૧ વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી તેમાંથી ૪ વિધાર્થીને એ–વન ગ્રેડ મળ્યો છે યારે એ–ટુ ગ્રેડમાં ૯૬ વિધાર્થીઓ, બી–વનમાં ૩૪૭ અને બી–ટુમાં ૫૬૨ વિધાર્થીઓ, સી–વનમાં ૬૯૪, સી–ટુમાં ૩૮૧, ડી ગ્રેડમાં ૨૬ અને ૭૩૦ વિધાર્થીઓ એન.આઈ. (નાપાસ) જાહેર થયા હતા.

Comments

comments

VOTING POLL