પોરબંદર જિલ્લામાં બે પરીણિતા સહિત 4 વ્યિક્તઆે ગુમ

January 4, 2019 at 2:43 pm


પોરબંદર જિલ્લામાં બે પરીણિતા સહિત 4 વ્યિક્તઆે ગુમ થયાની પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસના ચક્રાે ગતિમાન કરવામાં આવ્યા છે.

સિગ્મા સ્કૂલની શિક્ષિકા ગુમ થતા શોધખોળ

પોરબંદરના ખાપટ વિસ્તારમાં મારૂતિ આેઈલ મીલ નજીક આવેલા આરાધના ધામમાં રહેતા શીતલબેન સિદ્ધાથર્ભાઈ બુÙદેવ (ઉ. વર્ષ 25) વનાણા-વીરપુર ગામે આવેલ સિગ્મા સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે તેઆે તા. 2 જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી સ્કૂલબેગ, ચોપડા અને મોબાઈલ સાથે લઈ સ્કૂલે નોકરી પર ગયા હતા. પરંતુ ત્યારબાદ તેઆે ત્યાંથી ઘરે પરત નહી ફરતા પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શાળાએ તપાસ કરતા જાણવા મળેલ કે શીતલબેને 10 દિવસનો રજા રીપોર્ટ મૂક્યો છે. પરંતુ શીતલબેન તેમના પતિ સિદ્ધાથર્ પ્રકાશભાઈ બુÙદેવ કે અન્ય કોઈ પરિવારજનોને કાંઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હોય આથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુમ થયેલ શીતલબેનને શોધવા તપાસના ચક્રાે ગતિમાન કર્યા છે.

તેમજ પરિવારજનો દ્વારા પણ તેમની શોધખોળ ચાલી રહી હોય કોઈને શીતલબેન જોવામાં આવે અથવા માહિતી મળે તો મો. નં. 99244 33666 અથવા 99242 35044 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

જુરીબાગનો યુવાન ગુમ

પોરબંદરના જુરીબાગ શેરી નં. 10 માં રહેતા અને કોસ્ટગાર્ડ કેન્ટીનમાં નોકરી કરતા જીગ્નેશ નારણભાઈ ખોખરી પોતાના ઘરે જમીને બપોરે 3 વાગ્યે નોકરી ઉપર જવા નીકળ્યા હતા. ત્યારબાદ તેમનો ફોન પણ સ્વીચ આેફ આવતો હતો અને તેઆે ઘરે પણ પરત ફર્યા ન હોવાથી જીગ્નેશના ભાઈ ભાવેશે આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આદિત્યાણાના માતા-પુત્રી ગૂમ

આદિત્યાણા ગામે કાદિપ્લોટમાં રહેતા અને મજુરીકામ કરતા જેન્તીભાઈ મંગાભાઈ સાગઠીયાએ રાણાવાવ પોલીસમથકે પોતાની પત્ની તથા પુત્રી ગુમ થયાની જાણ કરી જણાવ્યું હતું કે તેઆે મજુરીકામે ગયા હતા તે દરમિયાન તેમની પત્ની પુરીબેન પોતાની 8 વર્ષની પુત્રી જેનીશાને સાથે લઈ કોઈને કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલી ગઈ છે. આથી પોલીસે ગુમ થનાર માતા-પુત્રીને શોધવા તપાસના ચક્રાે ગતિમાન કર્યા છે.

Comments

comments