પોરબંદર જીલ્લાના ૧૮૬૧ દિવ્યાંગ મતદારોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અપાશે

April 15, 2019 at 1:28 pm


પોરબંદર જીલ્લાના ૧૮૬૧ દિવ્યાંગ મતદારોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અપાશે.લોકસભા સામાન્ય ચુંટણી સંદર્ભે કુતિયાણા અને પોરબંદર વિધાનસભા વિસ્તારમાં નોંધાયેલ દિવ્યાંગ મતદારોને ચુંટણીતત્રં દ્રારા આપવાની સુવિધા બાબતે ચુંટણીપચં દ્રારા નિયુકત એકસેસીબીલીટી ઓબ્ઝર્વર અને વિકાસ કમીશ્નર નલીન ઠાકરે જીલ્લા ચુંટણીતંત્રના અધિકારીઓ સાથે પોરબંદર ખાતે બેઠક યોજી હતી. બેઠકમાં મતદાર તરીકે પોરબંદર જીલ્લામાં નોંધાયેલા ૧૮૬૧ દિવ્યાંગોને તેમની માંગણી અને ચુંટણીપચં ના નિર્દેશો મુજબ વ્હીલચેર, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવા જણાવાયું હતું. ઉપરાંત તેમને મતદાનમાં સુગમતા રહે, લાઇનમાં ઉભુ ના રહેવું પડે તે બાબતે તકેદારી લેવા જણાવાયું હતું. દિવ્યાંગો સાથે સુગમતાભર્યેા વ્યવહાર થાય તેમજ મતદાન જાગૃતિ માટે પુરતા કાર્યક્રમો યોજવા પર ભાર મુકયો હતો. દિવ્યાંગ મતદારો માટે ચુંટણીપચં દ્રારા વિશેષ એપની સુવિધાની પણ તેમણે વિગતો આપી હતી.

જીલ્લા ચુંટણી અધિકારી મુકેશ પંડયાએ જણાવ્ું હતું કે, દિવ્યાંગ મતદારોમાં જાગૃતિ આવે તે માટે જીલ્લા તત્રં દ્રારા વિવિધ સંસ્થાઓ સાથે મળીને જાગૃતતા માટે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેથી દિવ્યાંગ મતદારો પણ કોઇપણ જાતની મુશ્કેલી વગર આસાનીથી મતદાન કરીને લોકતંત્રના પર્વને ઉજવી શકે.
નાયબ જિલ્લા ચુંટણી અધિકારી કે.જી. ચૌધરીએ જણાવ્ું કે, જીલ્લામાં નોંધાયેલા દિવ્યાંગ મતદારો માટે માંગણી મુજબ ૧પ વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે તથા દિવ્યાંગ મતદારોમાં જાગૃતિ આવે તે માટે બે દિવ્યાંગોને આઇકોન બનાવાયા છે. જેથી અન્ય મતદારોને મતદાન કરવાની પ્રેરણા મળે. આ બેઠકમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને પીડબલ્યુડી નોડલ બી.આર.સોલંકીએ જણાવ્યું કે, દિવ્યાંગ મતદારોમાં જાગૃતતા આવે તે માટે જુદી–જુદી જગ્યાએ રૂબરૂ જઇને જાગૃતતા માટે કાર્યક્રમ કરવામાં આવે છે. આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, પોરબંદરના પ્રાંત અધિકારી કે.વી.બાટી, કુતિયાણાના પ્રાંત અધિકારી એ.જે. અંસારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments

VOTING POLL