પોરબંદર જીલ્લાની ત્રણ નગરપાલિકાની ચુંટણીનો તત્રં દ્રારા ધમધમાટ

February 3, 2018 at 1:09 pm


પોરબંદર જીલ્લાની ત્રણ નગરપાલિકાની ચુંટણીનો તત્રં દ્રારા ધમધમાટ શરૂ થયો છે. વાહનો ઉપર નિયંત્રણ પોરબંદર જીલ્લામાં આગામી નગરપાલિકાની ચુંટણીઓ સંદર્ભે છાંયામાં યોજાનાર ચુંટણી પ્રચાર તથા ચુંટણી સબંધી પ્રવાસમાં વાહનોનો દુર ઉપયોગ અટકાવવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પોરબંદર દ્રારા એક હત્પકમ કરી નિયંત્રણો મુકાયા છે. જે મુજબ કેન્દ્ર–રાજય સરકારના સંયુકત ક્ષેત્રના જાહેર ઉપક્રમો, સ્થાનિક સંસ્થાઓ, ખરીદ–વેંચાણ બોર્ડ–સંઘ, સહકારી મંડળીઓ, સ્વાયત જિલ્લા–તાલુકા પરિષદો, અન્ય કોઇપણ સંસ્થા કે જેના સમગ્ર ભંડળમાં જાહરેનિધિના નાના સરખા હીસ્સાનું પણ રોકાણ કરવામાં આવ્યું હોય એવી અન્ય કોઇપણ સંસ્થાની માલીકીની વાહનોના ચુંટણી સંબંધે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ કરવા પર સંપુર્ણ પ્રતિબધં રહેશે. કેન્દ્ર કે રાજયના મંત્રીની રક્ષા કાફલોમાં કોઇપણ સંજોગોમાં કારવાહનો ત્રણથી વધુ વાહનના બનેલા કાફલા (કોન વે)ને લઇ જવો નહીં. મોટા રક્ષા કાફલાને વિભાજીત કરવાનો રહેશે. આમ છતાં આ બાબત આવી કોઇ વ્યકિત સંબંધમાં આપવામાં આવેલી સુરક્ષા સુચનાઓને આધિન રહીને અમલ કરવાનો રહેશે.

કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો અને ચુંટણી એજન્ટ, કાર્યકરોએ ચુંટણી પ્રચારમાં જતાં કાફલામાં એકી સાથે ત્રણથી વધુ વાહનો જેવા કે, કાર, જીપ, બોટ, હોવર ક્રાફટ કે પરીવહનના હેતુ માટે ઉપયોગી લઇ શકાય તેવું યાંત્રીક શકિતથી ચાલતું કે અન્ રીતે ચાલતું કોઇપણ વાહન લઇ જઇ શકાશે નહીં. આ હત્પકમનો ભગં કર્યાથી ભારતીય દડં સંહીતાની કલમ–૧૮૮ નીચે કસુરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ હત્પકમનો અમલ પોરબંદર સબ ડીવીઝનમાં સમાવિષ્ટ્ર છાંયા નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં હત્પકમની તારીખથી ૧૯૨૨૦૧૮ના ૨૪ કલાક સુધી અમલમાં રહેશે.
હથિયારબંધીનું જાહેરનામું પોરબંદર સબ ડીવીઝનમાં છાંયા નગરપાલિકાની સામાન્ય ચુંટણી–ર૦૧૮ને ધ્યાને લઇ પોરબંદર સબ ડીવીઝનમાં કોઇપણ પ્રકારની સુલેહ શાંતિ ભગં ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોરબંદર સબ ડીવીઝનમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની હકુમત હેઠળના વિસ્તારમાં હત્પકમના જાહેરનામાના દિવસથી તા. ૧૯ર૧૮ સુધી હથિયારબંધી ફરમાવી છે. સરકારી અથવા અર્ધ સરકારી નોકરી અથવા કામગીરી હોય તેમને જેના ઉપરી અધિકારીઓએ કોઇ હથિયાર લઇ જવા ફરમાવ્ુ ં હોય અથવા કોઇ હથિયાર લઇ જવાની જેની ફરજ હોય તેમને આ પ્રતિબંધાત્મક હત્પકમ લાગુ પડશે નહીં. આ હત્પકમનો ભગં કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Comments

comments