પોરબંદર જીલ્લામાં આઠ જગ્યાએ જુગટુ ખેલતા 45 ઝડપાયા

August 28, 2018 at 2:21 pm


પોરબંદર શહેર અને જીલ્લામાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં ખીલી ઉઠયો છે ત્યારે આઠ જગ્યાએથી પોલીસે 45 પતાપ્રેમીઆેને જુગટુ ખેલતા ઝડપી પાડયા છે જયારે પાંચ નાશી છુટયા હતા. 1 લાખ 7પ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
પોરબંદરમાં બે જગ્યાએ દરોડા
પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલ સદામ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહેલ રીયાઝ યુસુફ ઉર્ફે બચુમીયા બુખારી, અરવિંદ રામપરી ગોસ્વામી, શૈલેષ પ્રેમજી ધોકીયા, લીરીબેન વેજાભાઇ કારાવદરા, સવિતાબેન સામતપરી ગોસ્વામી અને છાંયા મિસ્જદ પાસે રહેતા મનસુખપરી ઉર્ફે ભરત સામતપરી ગોસ્વામીને પોલીસે 80ર0ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા જયારે છાંયા ક્રીષ્નાપાર્કનો વિજય રાજયગુરૂ નાશી છુટયો હતો. તે ઉપરાંત પોરબંદરના ઉદ્યાેગનગર રેલ્વે ફાટક પાસે મફતીયાપરામાં મોમાઇ માતાના મંદિર પાસે જુગાર રમી રહેલા દિનેશ નારણ મોરી, ડાયા દાસા કોડીયાતર, પુંજા જેઠા મોરી, બાવન લખમણ કોડીયાતર, રામા ભુરા ઉલ્વા, કીશોર લખમણ કોડીયાતર, દિપક કાના મોરી, સામત પુંજા મોરીને પકડીને 1ર330નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાણાવાવમાં દરોડો
રાણાવાવના સ્ટેશનપ્લોટ વિસ્તારમાં રોડ ઉપર જુગાર રમી રહેલા અને એ જ વિસ્તારમાં રહેતા જીવા ભીમા આેડેદરા, ગાંગા મુરૂ ભુતિયા, સંતોકબેન ઉર્ફે સાકર લીલા બાપોદરા અને રાજીબેન ગાંગા પરમારને ર140ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
ખાગેશ્રીમાં દરોડો
ખાગેશ્રી ગામે નવાવણકરવાસમાં જુગાર રમી રહેલા મહેશ મંગા મકવાણા, મનસુખ મનજી મીયાત્રા, જેન્તી વાલજી રાઠોડ, કાનજી મુરૂ રાઠોડ, રમેશ રૂડા રાઠોડ, રામા અરજણ રાઠોડ, મનુ જેઠા મકવાણા અને ભુપત દેસા મકવાણાને પકડીને પોલીસે પ8ર0નો મુદ્દામાલ કબ્જે કયોર્ હતો.
ભાવપરાની સીમમાં દરોડો
ભાવપરા ગામની ધારીયા સીમમાં રહેતા વસ્તા ભુરા આેડેદરાએ તેના ખેતરની આેરડીમાં જ જુગારધામ શરૂ કર્યુ હોવાની ચોકકસ માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા વસ્તા ભુરા ઉપરાંત ભાવપરા સીમના નાથા સામત ગોઢાણીયા, પાંચ ડેરાની સીમમાં રહેતા કેશુ જીવા મોઢવાડિયા, પીરવાડી ધારની સીમમાં રહેતા માલદે અરજન આેડેદરા ઉપરાંત ભાવપરા ગામમાં રહેતા જયમલ ખીમા મોઢવાડિયા, રામદે ઉર્ફે ભોલો સુકા મોઢવાડિયા અને મેરામણ વિરમ મોઢવાડિયાને કુવાની આેરડીમાંથી પકડી પ1રપ0ની રોકડ તથા સાત મોબાઇલ સહિત કુલ રૂા. 617પ0ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
ગોસામાં દરોડો
પોરબંદરના ગોસા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા મેરૂ રાજશી આેડેદરા, નવાગામના ચના વિરમ આગઠ અને ગોસાના જેસા નાગા આગઠને પકડીને પ790ની રોકડ, પપ00ના ત્રણ મોબાઇલ અને પ0 હજારના ત્રણ બાઇક સહિત કુલ 61290ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા જયારે દરોડા દરમિયાન કરશન લખમણ આગઠ, લીલા મુરૂ આગઠ, નાગા રામદે આેડેદરા અને અરભમ નાગા આગઠ નાશી છુટયા હોવાથી તેઆેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રાતડી ગામે દરોડો
રાતડી ગામે દલિતવાસમાં શિવમંદિર સામે રોડ ઉપર જુગાર રમી રહેલા રામા માલદે કેશવાલા, હરદાસ ધાના શીગરખીયા, મુરૂ પરબત શીગરખીયા, જેઠા ઘેલા શીગરખીયા, કેશવ ગામના નિલેશ ઉર્ફે નિતેશ ખીમજી શીગરખીયા, ભીમા વેજા શીગરખીયા, બરડીયા ગામના રૂડા મેઘા મગરા, જીવરાજ ભીખા મકવાણા અને કાંટેલાના ભીખુ રામા વિકમાને પકડીને પોલીસે 18ર90ની રોકડ તથા 6000 રૂપિયાના પાંચ મોબાઇલ સહિત કુલ રૂા. ર4ર90નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શ્રાવણ મહીનો ચાલી રહ્યાે છે ત્યારે પોરબંદર શહેર અને જીલ્લામાં ઠેર-ઠેર જુગારીઆે ઝડપાઇ રહ્યા છે. ત્યારે પોલીસે પણ તેની ઝુંબેશને વધુ આગળ ધપાવી છે.

Comments

comments

VOTING POLL