પોરબંદર જીલ્લામાં ચાર જગ્યાએથી 16 જુગારીઆેની ધરપકડ

August 21, 2019 at 2:39 pm


પોરબંદરમાં શ્રાવણ મહીના દરમિયાન જુગારીઆે ઠેર-ઠેર જુગટુ ખેલી રહ્યા છે ત્યારે ચાર જગ્યાએથી 16 જુગારીઆેની 4ર000થી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.
પોરબંદરમાં દરોડો
પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર સામે વાળંદ સોસાયટીમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા ત્éારે એલસીબીએ દરોડો પાડતા દુદા કાના મોકરીયા, કરમણ જીવા સેવરા, ખાપટ વાડીવિસ્તારના વિશાલ વિનુ બોરસીયા, ભરત સામત વાઢીયા અને રાજુ દુદા મોકરીયાને 19ર00ની રોકડ, 8000ના બે મોબાઇલ સહિત ર7ર00ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.
રાણાકંડોરણામાં દરોડો
રાણાકંડોરણાના પુંજાપરા ધારમાં વરલી મટકાના આંકડા લેતા એ જ વિસ્તારના ભરત છગન સુરેલાને 11પ0ની રોકડ સાથે પકડી લેવાયો હતો અને કપાત કરાવનાર જેતપુરના હેતલ વંભભાઇ ગોહીલનું નામ ખુલતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આદિત્યાણાના ડંકીવાસમાં દરોડો
આદિત્યાણા ડંકીવાસ નજીક બાવળની કાટમાં જુગાર રમી રહેલા રાજુ ભીખુ સગારકા, અનીલ કરશન સોલંકી, પરબત ગોગન સોલંકી, દિનેશ માવજી કારડીયા અને મોહન હરદાસ સોલંકીને 7880ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા.
મોચા ગામે દરોડો
મોચા ગામે દલીતવાસમાં જુગાર રમી રહેલા મનોજ ઉર્ફે મનસુખ સોમા ચાવડા, સુરેશ જેઠા ચાવડા, મંગલ રામા ચાવડા, કુલદીપ રાણા ચાવડા અને રવિ ભીખા ચાવડાને 1400ની રોકડ તથા 4પ00 ના 3 મોબાઇલ સહિત 5900ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા છે.

Comments

comments

VOTING POLL