પોરબંદર જીલ્લામાં દેશીદારૂના ધંધાર્થીઆે સામે કડક કાર્યવાહી

August 6, 2018 at 7:30 pm


પોરબંદર શહેર અને જીલ્લામાં યુવાનો અને મહીલાઆે દારૂની હેરાફેરી કરી રહી છે ત્યારે અનેક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોરબંદરના વિરડીપ્લોટ પાસે રહેતા વિજય ઉર્ફે વિજલો મહેશ બારીયાને બાઇકમાં પાંચ લીટર દારૂ સહિત ર0100ના મુદ્દામાલ સાથે તેના ઘર નજીકથી પકડી લેવાયો હતો. છાંયા એસેસી પટ નજીક સાંઢીયાવાડમાં રહેતા સંતોકબેન ઉર્ફે સતી નાગા પરમારના મકાનમાંથી દારૂની ર0 કોથળી મળી આવતા તેની પણ ધરપકડ થઇ છે. ધરમપુરના પાટીયા પાસે ચારણના દંગામાં રહેતા મેઘા આલણશી ધોડા નામના વૃધ્ધે દારૂની પ6 કોથળી તેના ફળીયામાં તથા ઉકરડામાં છુપાવી હતી. એટલું જ નહી પરંતુ 90 લીટર આથાે સહિત દારૂ અને કેન મળી 9ર0નો મુદ્દામાલ કબ્જે કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. એજ વિસ્તારના કમરાજ રાજમલ સુમાયતને દારૂની 30 કોથળી સાથે પકડી લેવાયો છે. બોખીરાના બાવાફળીયામાં રહેતો દિનેશ ઉર્ફે મુન્નાે સવદાસ ગોરસીયા હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના મકાનમાંથી 360 લીટર આથાે, 18 કેન, દારૂની 36 કોથળી સહિત 1800નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્éાે છે. ઉદ્યાેગનગરના ઘાસ ગોડાઉન પાછળ રહેતા નિલેશ ઉર્ફે ચકમક આશાભાઇ ગઢવીને બોખીરા બાવા ફળીયામાંથી દારૂની 10 કોથળી સાથે પકડી લેવાયો હતો. ગાયત્રી મંદિર સામે ખાડીકાંઠે રહેતી જયાબેન ભરત વડાણીયાના કબ્જામાંથી 46પ લીટર આથા સહિત પતરાના 31 ડબ્બા મળી 1395ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા. એ જ વિસ્તારના મંજુબેન નાથા સરવૈયાને 360 લીટર આથા અને પતરાના ર4 ડબ્બા સહિત 1080ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા. આેડદર ગોરખનાથ મંદિરની બાજુમાં રહેતા સંદીપ જીવા ચાંચીયાને બાઇકમાં દારૂની પ0 કોથળી સહિત મુદ્દામાલ સાથે મોકર રોડ ઉપર માતાજીના મંદિર પાસેથી પકડી લેવાયો છે. રાણાવાવના વાઘડીયાવાસમાં રહેતા ગંગાબેન બાબુ મકવાણા ના મકાનમાંથી દારૂનુ એક બાચકું મળી આવતા ગુન્હો દાખલ થયો છે. શીશલીના ભોજાભાઇ વેજાભાઇ કરીર હાજર મળી આવ્યા ન હતા પરંતુ તેના કબ્જામાંથી 45 લીટર આથા સહિત 1ર5નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ભોમીયાવદર ગામે રામાપીરના મંદિર પાસે રહેતા ગીગા જેઠા સોમૈયા અને વિસાવાડાની દરીયાપટ્ટી વિસ્તારમાં આવેલ ડોકલા સીમમાં રહેતા વિરમ આેઘડ મોઢાવડિયાને પણ દારૂ સાથે પકડી લેવામાં આવ્યા હતા. રાણાવાવ સ્ટેશનપ્લોટમાં રહેતી દીનાબેન મોહન ચૌહાણના મકાનમાંથી દારૂનુંં એક બાચકુ મળી આવતા આ દારૂના મુદ્દામાલમાં આદિત્યાણાના રૈયા જીવા રબારીની પણ સંડોવણી ખુલતા બન્ને સામે ગુન્હો નાેંધવામાં આવ્યો છે. મોરાણા ગામે ગૌશાળા પાસે રહેતી લાખીબેન કાનાભાઇ ધુત હાજર મળી આવી ન હતી પરંતુ તેના ફળીયામાંથી દારૂનુ કેન મળી આવતા ગુન્હો દાખલ થયો છે. દેરોદર ગામના રાજસી પરબત ભુતિયા ઘરે હાજર મળી આવ્યો ન હતો પણ તેના મકાનની પાછળ આવેલી ચીતરીમાંથી 100 લીટર આથાે, કેન, કેરબા સહિત ર80નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL