પોરબંદર જીલ્લામાં બીએસએનએલની લાઇન અને નેટ બંધ થઇ જતાં હજારો લોકો હેરાન-પરેશાન

May 9, 2018 at 2:11 pm


પોરબંદર શહેર અને જીલ્લામાં છેલ્લા બે-ત્રણફ દિવસથી વારંવાર બીએસએનએલની લાઇનો ખોરવાઇ જતાં ફોન, મોબાઇલ અને ઇન્ટરનેટ બંધ થઇ જતાં હોવાથી હજારો લોકો મુશ્કેલીમાં મુકાઇ જતાં હોવાથી ઉગ્ર રજુઆત અલગ-અલગ આગેવાનો દ્વારા કરવામાં આવી છે.

ચેમ્બર આેફ કોમર્સની રજુઆત

પોરબંદર ચેમ્બર આેફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાએ કરેલી રજુઆતમાં જણાવ્éું છે કે, પોરબંદરમાં બીએસએનએલ ઇન્ટરનેટ કનેકટીવીટી અને એસટીડી લાઇન સાથે રેલ્વે સ્ટેશનમાં પણ સવારથી લીક નહી મળતા પેસેન્જરો વેકેશનમાં હેરાન બની ગયા છે. તત્કાલ ટીકીટ માટે સવારે પહાેંચેલ પેસેન્જરોને ટીકીટ નહી મળતા મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પોરબંદર રેલ્વે સ્ટેશનમાં રોજની અંદાજે પાંચ લાખની ઇન્કમ સામે રેલ્વે દ્વારા બીએસએનએલ સિવાયની અન્ય કનેકટીવીટી રાખવાની રજુઆત થઇ હતી. એક અઠવાડિયામાં ત્રીજીવાર આવી પરિિસ્થતિ ઉભી થઇ છે તેથી પોરબંદર ચેમ્બર પ્રમુખ અને ભાવનગર રેલ્વે બોર્ડના મેમ્બર જીજ્ઞેશ કારીયાએ વધુ એક વખત રજુઆત કરી છે. એટલું જ નહી પરંતુ બેંકમાં પણ સવારથી બપોર સુધી ઇન્ટરનેટ કનેકટીવીટી ખોરવાઇ જતાં ખાતેદારો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

સરકારી કચેરીઆેમાં મુશ્કેલી
પોરબંદર પાલિકાના પૂર્વઉપપ્રમુખ મુકેશભાઇ દત્તાએ રજુઆત કરતા જણાવ્éું છે કે, પોરબંદર જીલ્લામાં તેમજ શહેરમાં બી.એસ.એન.એલ.ની દર બે દિવસે લાઇન કપાઇ જવી અથવા ફોલ્ટ આવવાને કારણે જનસેવા કેન્દ્ર, ઇધરા કેન્દ્ર, સબ-રજીસ્ટ્રાર આેફીસ, બેµકો અને લોકોના ફોન મૃત્યુ પામે છે અને પ્રજા ત્રાહીમામ પોકારી જાય છે અને આથ}ક સહીત અનેક વહેવારો ઠપ્પ થઇ જાય છે. બે દિવસ પહેલા સવારના 10 વાગ્યાથી બપોરના 3ઃ30 વાગ્યા સુધી તમામ કચેરીઆે ઠપ્પ થઇ ગઇ હતી. આજે પણ બે દિવસ પછી સવારથી બપોર સુધી તમામ લોકોના વ્યવહારો ઠપ થઇ ગયા છે. આ અધિકારીઆેને ફોન પણ સ્વીચ આેફ થઇ ગયા છે જેથી તમો કયાંય ફરિયાદ કરી શકો નહી. કલેકટર આેફીસમાં તમામ કચેરીઆેમાં કોમ્પ્યુટરની જેની જવાબદારી છે તે ઇજનેર આેઝા સાથે વાત કરતા જણાવેલ છે કે, મારા પણ ફોન આ અધિકારીઆે ઉપાડતા નથી અને હું ગાંધીનગર ફરિયાદ કરૂ છું. નરેન્દ્ર મોદી ભારતને ડીઝીટલ ઇન્ડિયા કરવા માંગે છે પરંતુ આ અધિકારીઆે હજુ સાતમી સદીમાં જીવી રહ્યા છે અને કોઇપણ ભોગે વડાપ્રધાનના આ સ્વપ્નને સાકાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તેમ લાગે છે. બહાર ગામથી કોઇ વેપારી પાસે આિથર્ક વ્યવહાર કરવા આવ્યા હોય, સાત બારના દાખલા કાઢવા હોય કે અગત્યના મીલ્કત દસ્તાવેજો કરવાના હોય કે એટી.એમ.માંથી પૈસા કાઢવાના હોય આ તમામ કામગીરી આ ભ્રષ્ટ અધિકારીઆેને કારણે મહીનામાં પંદર દિવસ ઠપ્પ થઇ જાય છે. જીલ્લા કલેકટર આ બી.એસ.એન.અ.ેલ.ની સેવાની અથવા તો બીજી સેવા રાખવી જોઇએ જેથી લોકોના કામ ઠપ્પ ન થઇ જાય તેવી માંગણી મુકેશભાઇ દત્તાએ કરી છે.

Comments

comments