પોરબંદર જીલ્લામાં રક્ષાબંધનના પર્વે પાંચ મહિલા સહિત 25 પત્તાપ્રેમીઆે ઝડપાયા

August 17, 2019 at 2:45 pm


પોરબંદર જીલ્લામાં રક્ષાબંધનના પર્વે પાંચ મહિલા સહિત 25 પત્તાપ્રેમીઆે ઝડપાયા હતા અને એક લાખનો મુદ્દામાલ 6 જગ્યાએ દરોડા પાડી કબ્જે કર્યો હતો.
સનસીટીમાંથી પાંચ મહિલા ઝબ્બે
પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ સનસીટીમાં જાહેરમાં મહિલાઆે જુગાર રમી રહી હતી. ત્યારે માહિતીના આધારે પોલીસે દરોડો પાડી એ જ વિસ્તારની મંજુ ખીમજીભાઈ કુછડીયા, રાણીબેન હરેશ બાપોદરા, સંગીતાબેન નાગા બાપોદરા, નરસંગ ટેકરી પેટ્રાેલપંપ પાસે રહેતી ચંદાબેન ભરત સરમા અને આદિત્યાણા મહેર સમાજ પાસે રહેતી શાંતિબેન ભીમા આેડેદરાને પકડીને 13,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગુરુકુળના ગેઈટ પાસે દરોડો
જ્યુબેલી ગુરુકુળના ગેઈટ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા પ્રકાશ વિરજી મકવાણા, સુરેશ ભગવાનજી મકવાણા અને તુલસી નાથા પરમારને પકડીને 5750 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
રાણાવાવમાં દરોડો
રાણાવાવ હોલેશ્વર મંદિર સામે વાેંકળાના કાંઠે જુગાર રમી રહેલ હાથીયા ઉર્ફે પ્રતાપ બાબુ ખુંટી, રજાક ફૈજુ બ્લોચ અને દેવા જીવા સોમાણીને પકડી 15,210 ની રોકડ, 9 હજારના ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપીયા 24,210 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અણીયારીમાં દરોડો
અણીયારીમાં પીરની દરગાહ પાસે રોડ ઉપર જુગાર રમી રહેલા કાના લીલા ખુંટી, રાજસી મેરામણ આગઠ, આેડદર ગોરખનાથ મંદિર પાસે રહેતા કારા કાના આેડેદરા, રામદેપીરના મંદિર પાસે રહેતા રાણા મકન આેડેદરા અને રાતડાસીમ વાડીએ રહેતા કેશુ માલદે આગઠને ર34પ0ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.
કુણવદરમાં દરોડો
કુણવદર સીમશાળા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા હાથલા સીમ વિસ્તારના હરભમ અરજન કારાવદરા, લખુ પોપટ કારાવદરા, કુણવદર ત્રિકમજીબાપુના મંદિર પાસે રહેતા દેવા નાગા કારાવદરા, પારૂસીમ વિસ્તારના લીલા રામા કારાવદરા અને કુણવદર સીમશાળા પાછળ રહેતા જીવા ઉર્ફે બચુ પોપટ કારાવદરાને 1રપ00ની રોકડ તથા 1000ના બે મોબાઇલ સહિત 13પ00ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા.
ચિકાસામાં દરોડો
ચિકાસા ગામે બંગલા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રમેશ મેસુર કુછડીયા, મોહન મયુર ચામડીયા, જીવા વેજા કુછડીયા અને અરભમ નાગા આેડેદરાને 31પ0ની રોકડ સાથે પકડી લેવાયા હતા.

Comments

comments

VOTING POLL