પોરબંદર જીલ્લામાં સરેરાશ દરરોજ બે ના કેન્સર થી મોતઃ કાેંગ્રેસ

August 22, 2018 at 2:21 pm


આરોગ્યક્ષેત્રે સમગ્ર એશીયા ખંડની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે દેશભરમાંથી કેન્સર, કિડની અને હૃદયરોગની સારવાર માટે દદ}આે આવતા હોય છે ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી પોરબંદરના દર્દીઆેમાં પણ કેન્સરનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું હોય બાળકો, યુવાનો અને વયોવૃધ્ધો સારવાર માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ િસ્થત કેન્સર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાક ેન્સરનો શિકાર બનેલા પોરબંદરના દદ}આેની કાેંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ મુલાકાત લઇને ખબરઅંતર પુછયા હતા અને સારવાર અંગે જરૂરી વ્યવસ્થા ગોઠવવા માટે મદદરૂપ થયા હતા.
આ અંગે રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્éું હતું કે, પોરબંદર જીલ્લામાં છેલ્લા એક દાયકામાં કેન્સરના જીવલેણ અને પીડાદાયક રોગે અજગર ભરડો લીધો છે, યુવાનોથી શરૂ કરીને નાના બાળકો અને વયોવૃધ્ધો કેન્સરનો ભોગ બની રહ્યા છે, ખાસ કરીને વ્યસનના દુષણને કારણે યુવાનો કેન્સ્રનો શિકાર બની રહ્યા છે, તમાકુ, ફાકી અને બીડી તેમજ માવા-ફાકીના વ્યસનો શિકાર બનેલા યુવાનો ભરયુવાનીમાં મોઢાના કેન્સર, જડબાના કેન્સર તેમજ દાંત અને ગળાના કેન્સરનો શિકાર બને છે જે ચિંતાજનક છે. પોરબંદર જીલ્લામાં માવા-ફાકીના વ્યસનનું દુષણએ હદે વધ્યું છે કે, પોરબંદર શહેર અને ગ્રામ્é વિસ્તારના વિસ્તારના મોટાભાગના કુટુંબોમાં આવા એક કેસ જોવા મળી રહ્યા છે. હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોરબંદર જીલ્લામાંથી પ0 કરતા વધારે દદ}આે તેમજ રાજકોટ-જામનગર અને અમદાવાદની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં રપ0 કરતા પણ વધારે દદ}આે સારવાર હેઠળ છે, સરેરાશ પોરબંદર જીલ્લામાં દરરોજ બે કરતા વધારે મૃત્યુ કેન્સરના રોગને કારણે થઇ રહ્યું છે. જે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ માટે ચિંતાજનક છે. પરિવારનો આધારસ્તભ સમાન યુવાનો જ જયારે સૌ પ્રથમ વ્યસનનો શિકાર બને અને ત્યારબાદ કેન્સરનો ભોગ બને ત્યારે સમગ્ર પરિવાર ચિંતાગ્રસ્ત બનવાની સાથે સાથે આિથર્ક રીતે પાયમાલ બને છે જે સમગ્ર પોરબંદર જીલ્લામાં ચિંતાનો વિષય છે. સમગ્ર સમાજે વ્યસનના દુષણે લીધેલા અજગરભરડાને કારણે કેન્સરનો ભોગ બનતી યુવા પેઢીને બરબાદ થતી બચાવવા માટે સૌએ સામુહીક પ્રયાસો હાથ ધરવા પડશે અને આ અંગે લોકજાગૃતિ પણ ઉભ્ી કરવી પડશે. રામદેવભાઇએ જયારે મહેર સમાજ અને કેન્સર હોસ્પિટલની મુલાકાત લઇ દદ}આેના ખબર અંતર પુછીને સારવાર અંગે માહિતી મેળવી હતી ત્યારે નાના-નાના ભુલકાઆેને કેન્સરનો ભોગ બનતા જોઇને હૃદયદ્રવી ઉઠે તેવી કરૂણાજનક િસ્થતિ જોઇ હોવાનું જણાવ્éું હતું.
રામદેવભાઇ મોઢવાડિયાએ વધુમાં જણાવ્éું હતું કે, કેન્સર નિષ્ણાંતોના મતે વ્યસનોની સાથે સાથે અનાજથી શરૂ કરીને શાકભાજી સુધી દરેક ખેત ઉત્પાદનમાં વપરાતા રાસાયણિક દવાઆે અને રાસાયણિક ખાતરો પણ એટલા જ જવાબદાર હોવાનું વૈજ્ઞાનિકો અને સંશોધકો માની રહ્યા છે, નાના-નાના બાળકો પણ કેન્સરનો શિકાર બની રહ્યા છે જે ચિંતાજનક છે ત્યારે સૌએ આેર્ગેનિક ખેતી તરફ વળવાનો સમય પાકી ગયો છે તેમ જણાવ્éું હતું. સાથે સાથે સમગ્ર પોરબંદર જીલ્લામાં ખાવા-પીવા અને રહેણીકરણીમાં પણ ખુબ જ પરીવર્તન આવ્éું છે, શારીરીક શ્રમ ગ્રામ્ય વિસ્તારના લોકોથી શરૂ કરીને શહેરીજનોમાં ખુબ જ ઘટતો જાય છે જે પ્રમાદી પ્રકૃતિ ઉભી કરે છે જે પણ કેન્સર માટે નિમિત બને છે ત્યારે સૌ ભાઇ-બહેનોએ શરીરને શ્રમ પડે તેવી પ્રવૃતિઆે તરફ વળવું પડશે અને કસરતને પ્રાધાન્ય આપવું પડશે તેમ જણાવ્éું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જીલ્લામાં આરોગ્યલક્ષી પ્રવૃતિઆેને વેગવંતી બનાવવા માટે હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઇ મોઢવાડિયા છેલ્લા બે દાયકાથી ખુબ જ સક્રીય ભુમિકા અદા કરી રહ્યા છે, પોરબંદર ખાતે અમદાવાદની સિવિલ હોસ્પિટલ િસ્થત કેન્સર હોસ્પિટલ અને હૃદયરોગની હોસ્પિટલના ડોકટરોને બોલાવીને મેડીકલ કેમ્પ યોજવા સહિત કેન્સર હોસ્પિટલ અમદાવાદના દદ}આેના લાભાથર્ે અવાર-નવાર મોટા બ્લડ ડોનેશન કેમ્પો પણ યોજી રહ્યા છે. પોરબંદરથી અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં કેન્સર, કિડની અને હૃદયરોગની સારવાર અથર્ે જતા દદ}આેને રામદેવભાઇ મોઢવાડિયા સતત માર્ગદર્શન અને મદદ પુરી પાડી રહ્યા છે.
હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઇ મોઢવાડિયાએ પોરબંદરના નાગરીકોને અપીલ કરતા જણાવ્éું હતું કે, કેન્સર જેવા રોગોનો ભોગ બનતા અટકવું હોય તો વ્યસનોને તિલાંજલી અર્પવી જ પડશે સાથે સાથે આેર્ગેનિક આહાર તરફ વળવું પડશે સાથે સાથે કેન્સરના પ્રાથમિક લક્ષણોને આેળખીને સમયસર સારવાર અને નિદાન થાય તે માટે લોકજાગૃતિ પણ ઉભી કરવી પડશે તો જ પોરબંદરમાં અજગર ભરડાની જેમ ફેલાયેલા કેન્સરના રોગને નાથી શકાશે તેમ જણાવ્éું હતું.
રાજીવ ગાંધીને શ્રધ્ધાસુમન
ભારત વર્ષને આધુનિક બનાવવાનું સ્વપ્ન સેવનાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું અમલીકરણ કરીને ડીઝીટલ ભારતનો પાયો નાખનાર સ્વપ્નદ્રષ્ટા એવા સ્વગિર્ય વડાપ્રધાન રાજીવગાંધીની જન્મજયંતિ નિમિતે કાેંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃતિઆે કરવામાં આવી હતી ત્યારે પોરબંદર કાેંગ્રેસના વરીષ્ઠ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને દદ}આેને ફ્રºટ વિતરણ કરીને સ્વગિર્ય વડાપ્રધાન રાજીવગાંધીને શ્રધ્ધાંજલી અપ} હતી. સિવિલ હોસ્પિટલ ખાતે રાજીવ ગાંધીની જન્મજયંતિ પર યોજેલા ફ્રºટ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ શહેર કાેંગ્રેસના અગ્રણીઆે સર્વ વિશાલ સોલંકી, આરીફ રાજપુત, પ્રવિણસિંહ વાઘેલા, દિનેશ શેખાવત સહિતના અગ્રણીઆે અને કાર્યકરો જોડાયા હતા.

Comments

comments