પોરબંદર જીલ્લામાં હજારો રૂપિયાના દારૂ સાથે અનેક ઝડપાયા

February 12, 2019 at 1:37 pm


પોરબંદર જીલ્લામાં હજારો રૂપિયાના દેશીદારૂ સાથે અનેક શખ્સોને પોલીસે પકડી લીધા છે.

ખારવાવાડની પંચહાટડીમાં રહેતા નરેન્દ્ર વેલજી ડાલકીયા, રામગઢ પ્રાથમિકશાળા પાસે રહેતા લખુ કેશવ આેડેદરા, પીપળીયાની સીમમાં રહેતા કરશન રામા કોડીયાતરને દારૂ સાથે પકડી લેવામાં આવ્યા છે. રાણાવાવ સ્ટેશનપ્લોટના વિરમ ખીમા વાજાના મકાનમાંથી દારૂ અને રોકડ સહિત 1980નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા બાદ આ મુદ્દામાલ આપનાર બરડા ડુંµગરના અરજન મેપા રબારી સામે પણ ગુન્હો નાેંધવામાં આવ્યો છે. ખાપટ નાગબાપાના મંદિર પાસે રહેતા શોભાબેન અશોક આશાપુરાના રસોડામાંથી દારૂ મળી આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત બોખીરા-તુંબડામાં શિવમંદિર પાસે રહેતો અજય બાબુ ખુંટી ઘરે હાજર મળી આવ્યો ન હતો પરંતુ 4000 રૂપિયાના આઠ બાચકા દારૂ તેના મકાનમાંથી કબ્જે થયા છે. ખાપટનો ગાંગા બાબુ માલમ હાજર ન હતો પરંતુ તેના ફળીયામાંથી દારૂની કોથળીઆે કબ્જે થઇ છે.

રીક્ષાચાલકો ઝડપાયા

છાંયા સત્સંગ ચોકના કૌશીક રમેશ ચાવડા અને છાંયા મારૂતિનગરના નિતેશ ગોવિંદ વાઢીયાને ટ્રાફીકને અડચણરૂપ રીક્ષાઆે પાર્ક કરતા પકડી લેવાયા છે.

ચોરીના ઇરાદે રખડતા ઝબ્બે

ખાપટ નાગદેવતાના મંદિર પાસે રહેતો જગદીશભારથી ભનુભારથી ગોસ્વામી સરતાનજીના ચોરા સામે ચોરીના ઇરાદે રખડતો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડયો હતો.

Comments

comments

VOTING POLL