પોરબંદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ભાજપની પેનલ બિનહરીફ

September 12, 2018 at 1:56 pm


પોરબંદરમાં સહકારી ક્ષેત્રે ખેડૂતોને ખુબ ઉપયોગી એવી પોરબંદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની તાજેતરમાં થયેલી ચુંટણીમાં ભાજપ પેનલના 13 સભ્યો બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા.
199પથી સતત ભાજપની પેનલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ચુંટાતી આવે છે એ જ પ્રમાણે આ વખતે પણ ધારાસભ્é બાબુભાઇ બોખીરીયા તેમજ તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ વિરમભાઇ કારાવદરાના માર્ગદર્શન નીચે તેમજ સરકારી અધિકારી તરીકે પ્રાંત અધિકારી બાટી અને મામલતદાર વાછાણી દ્વારા યોજાયેલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં હાલના પ્રમુખ વિક્રમભાઇ વેજાભાઇ આેડેદરા તેમજ દેવાભાઇ ભીમાભાઇ બોખીરીયા સહિતના 13 ઉભેલા ઉમેદવારો ભાજપની પેનલ તરીકે બિનહરીફ ચુંટાઇ આવતા ગ્રામ્યપંથકના આગેવાનો તેમજ જુદી-જુદી સહકારી મંડળીઆેના હોદેદારો તેમજ ખેડૂત અગ્રણીઆેએ બિનહરીફ ચુંટાયેલાઆેને અભિનંદન આપ્યા હતા. ચુંટાયેલા આ બિનહરીફ સભ્યોમાંથી થાેડા દિવસમાં પ્રમુખ-ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવશે.
તાજેતરમાં સરકારના ટેકાના ભાવથી હજારો ટન મગફળીની ખરીદી તેમજ ચણાની ખરીદી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મારફત વ્યવિસ્થત રીતે કરવામાં આવતા ખેડૂતોને પણ સંઘની વ્éવસ્થાથી સંતોષ રહ્યાે હતો. સાથાેસાથ મગફળીના ર00 ટન બિયારણનું તેમજ ખાતરનું અને ઘઉં, જીરૂ, ધાણાના વેચાણમાં પણ ખેડૂતોને સુવિદ્યા મળી રહે તેમજ પુરતી રકમ મળે એ રીતે આયોજન કરવામાં આવ્éું હતું.

Comments

comments