પોરબંદર નગરપાલિકાના આંદોલનકારી સફાઇ કામદારોની તબીયત લથડી

May 8, 2018 at 1:21 pm


આજકાલ પ્રતિનિધિ-પોરબંદર
ફપોરબંદર નગરપાલિકાના પ્રાેબેશન પીરીયડ ઉપર ફરજ બજાવતા સફાઇ કર્મચારીઆેને ર0 વર્ષથી કાયમી કરવામાં આવ્éા નહીહોવાથી છેલ્લા સાત દિવસથી તેઆે હડતાલ ઉપર છે અને ઉપવાસ કરી રહેલા આ કર્મચારીઆે પૈકી બે મહીલા સફાઇ કર્મચારીઆેની તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે.
પોરબંદરની નગરપાલિકામાં વર્ષો સુધી પ્રાેબેશન પીરીયડ ઉપર ફરજ બજાવતા કર્મચારીઆેને કાયમી કરવામાં આવ્éા નહી હોવાથી છેલ્લા એક અઠવાડિયાથી પ8 જેટલા સફાઇ કામદારો તંત્ર સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે જેમાં 7માં દિવસે ભારતીબેન બાબુભાઇ હરખાણી અને તારાબેન દિલીપભાઇ ધણીયાની તબીયત લથડતા સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે તેઆેને ખસેડવામાં આવ્éા છે.
પોરબંદર વાલ્મીક સમાજના પ્રમુખ ઝાલા અને કડીયાપ્લોટ વાિલ્મક સમાજના પ્રમુખ બાબુભાઇ પરબતના નેતૃત્વમાં પાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવી જણાવ્éું છે કે, સાત દિવસથી આંદોલન ચાલતું હોવા છતાં પાલિકાએ કોઇ જાતની દરકાર લીધી નથી. કામદારોની તબીયત લથડે અને વધુ ગંભીર પરિિસ્થતિ ઉભી થાય તો તેની જવાબદારી પાલિકાની રહેશે. આમ છતાં આ ગંભીર પ્રñને ધ્યાને લેવાશે નહી તો તા. 9/પથી પાલિકાના તમામ સફાઇ કામદારો બે દિવસ માટે માસ-સીએલ રજા ઉપર ઉતરી જશે અને તેમ છતાં પણ તંત્ર નિરાકરણ નહી લાવે તો તમામ સફાઇ કામદારો સંપુર્ણપણે સફાઇકામ બંધ કરી હડતાલ ઉપર ઉતરી જશે તેવી ચેતવણી આપી છે. દરરોજ 8-10 લોકો અનસનમાં ઉપવાસ કરે છે અને બાકીના સફાઇકામદારો તેમના ટેકામાં બેસે છે.

Comments

comments

VOTING POLL