પોરબંદર પાલિકાએ ૭૦ કીલો પ્લાસ્ટીક અને ર૦૦૦ ચા ની પ્યાલી જપ્ત કરી

May 25, 2019 at 2:03 pm


Spread the love

પોરબંદર નગરપાલિકાએ ૭૦ કીલો પ્લાસ્ટીક અને ર૦૦૦ ચા ની પ્યાલી જપ્ત કરીને કાર્યવાહી કરી છે.
પોરબંદર નગરપાલિકા દ્રારા પ૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટીક બેગ, પ્લાસ્ટીકના પાનપીસ, ચા ની પ્યાલીઓ પર પ્રતીબધં વર્તમાન પત્રોમાં જાહેર નોટીસ આપી કરવામાં આવેલ નગરપાલિકા દ્રારા જુદા–જુદા વિસ્તારોમાં આવેલ શાકમાર્કેટો, દુકાનો, લારીઓમાં ચેકીંગ કરી અને પ૦ માઇક્રોથી પાતળા પ્લાસ્ટીક બેગનો ૭૦ કીલો જથ્થો જપ્ત કરેલ છે તેમજ ચા ની પ્યાલીઓ ર૦૦૦ નગં જપ્ત કરેલ છે અને વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.
પ્રતિબંધીત પ્લાસ્ટીક કેરી બેગ, પાનપીસ, ચા ની પ્યાલીઓનો સંગ્રહ, વેચાણ કે વપરાસ ન કરવા નગરપાલીકા દ્રારા અપીલ કરવામાં આવે છે અને આ કાર્યવાહીમાં સહકાર આપવા પ્રજાજનોને અનુરોધ કરવામાં આવે છે