પોરબંદર શહેરમાં વિવિધ સંસ્થાઆે દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી

February 16, 2019 at 2:24 pm


જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા શહીદ સૈનિકોને શ્રધ્ધાંજલી અર્પવા પોરબંદરમાં વિવિધ સંસ્થાઆે શ્રધ્ધાસુમનના કાર્યક્રમ યોજવામાં આવ્éા હતા.

ખારવા સમાજ દ્વારા શ્રધ્ધાંજલી

ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ વેલજીભાઇ ખુદાઇએ જણાવ્éું હતું કે, કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો તેમાં આપણા દેશના 44 જવાનો શહીદ થયા અને ર0 જવાનો ઇજાગ્રસ્ત થયા છે જે ખુબ જ દુઃખદ ઘટના છે. જૈશ એ મોહમ્મદ જેવી આતંકી સંસ્થાએ સંતાઇને કાયરતાપૂર્વક હુમલો કરતા ભારતીય જવાનો શહીદ થયા હતા. આ ઘટનાને સમસ્ત ગુજરાત ખારવા સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે. ભારતીય સૈનિકો સરહદ પર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે, જેને લીધે સમગ્ર ભારતવાસીઆે સુખ-શાંતિથી નિરાંતે પોતાનું જીવન વિતાવે છે. કોઇપણ જાતના ભય વગર આપણે આપણા પરિવાર સાથે બહાર નિકળી શકીએ છે તો તેનું કારણ સરહદ પર પોતાનો જીવ જોખમે મુકીને ડયુટી કરતા જવાનો છે. સૈનિકો પોતાના પરિાવરથી દુર રહી સરહદ પર કડકડતી ઠંડીમાં, અસü ગરમીમાં તથા ધોધમાર વરસાદમાં પણ દુશ્મનો થી દેશની રક્ષા કરે છે અને દરેક કુદરતી આફતોની સામે હંમેશા બાથ ભીડીને પણ દેશવાસીઆેની રક્ષા કરે છે. કાશ્મીરમાં શહીદ થયેલા 44 જવાનોએ પોતાના પ્રાણ માતૃભુમિ માટે અર્પણ કર્યા, તેમના પરિવારે પુત્ર, પતિ, અને ભાઇને દેશ માટે બલિદાન કર્યા. ધન્ય છે આ જવાનો અને તેમના પરિવારોને, ગુજરાત સમસ્ત ખારવા સમાજ આ જવાનોની વિરતાપૂર્વક શહીદીને સો-સો સલામ કરે છે અને તેમના પરિાવરને નમન કરે છે. ઘાયલ થયેલા જવાનો જલ્દીથી સાજા થઇ જાય તેવી ઇશ્વર પાસે પ્્રાથર્ના અને શહીદ થયેલા જવાનોને હૃદયથી શ્રધ્ધાંજલી અર્પે છે.

ખાદીભંડાર દ્વારા આયોજન

કાશ્મીરમાં આતંકવાદીઆેના હુમલાથી 4ર વીર જવાનો શહીદ થયા છે જેની પહેલા છેલ્લા પ વર્ષમાં ગુરૂદાસપુરમાં હુમલો કરી સાત લોકો શહીદ થયા હતા. પઠાણકોટમાં વાયુસેનાના બેઝ ઉપર હુમલો થતા 3 જવાનો શહીદ થયા હતા. આેગષ્ટ-2016 આસામમાં આતંકવાદીઆેએ હુમલો કરી 14 નાગરીકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેમજ ઉરીમાં હુમલો કરી 19 જવાનો શહીદ થયા હતા. અમરનાથ યાત્રા વખતે ગુજરાતના શ્રધ્ધાળુ બસને આતંકવાદીઆેએ હુમલો કરતા ગુજરાતના સાત લોકોને ઠાર કરી નાખ્યા હતા. હુમલો છેલ્લા ર0 વર્ષનો સૌથી મોટો છે. પોરબંદર ખાદી ભવન દ્વારા તમામ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા આયોજન

કાર્યક્રમની શરૂઆતમાં ઉપિસ્થત તમામે પોતાની જગ્યા ઉપર ઉભા થઇ બે મીનીટનું મૌન પાડી વિર શહીદોને શ્રધ્ધાંઝલી અર્પણ કરેલ. હોલસેલ ગ્રેઇન મરચન્ટ એશો.ના પ્રમુખ અનીલભાઇ કારીયાએ દુઃખદ ઘટના અંગે પોતાની વેદના વ્éકત કરી શહીદ વિરોને પુષ્પ અર્પણ કર્યા. ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ ભરતભાઇ રાજાણી, પૂર્વપ્રમુખ પદુભાઇ રાયચુરા, અને દિલીપભાઇ ગાજરા તથા રોટરી કલબના સેક્રેટરી જીતેનભાઇ ગાંધી અને રીટેઇલ ગ્રેઇન મરચન્ટ એશો.ના પ્રમુખ જયેશભાઇ પોપટે પણ આ દુઃખદ પ્રસંગે શહીદવિરોના પરિવાર પ્રત્éે પોતાની સંવેદનાઆે શબ્દોમાં વ્યકત કરી શીહદોની આત્મશાંતિ તથા ઘાયલ થયેલા વીરો જલ્દીથી સ્વ્સ્થ થઇ પોતાની ફરજ પર પરત ફરે તે માટે પ્રભુને પ્રાથર્ના કરી શહીદોને પુષ્પ અર્પણ કર્યા. કાપડ બજાર એશો.ના પ્રમુખ રાજનભાઇ દાસાણી અને વિવિધ સંસ્થાઆેના પદાધિકારીઆે તથા ઉપિસ્થત સર્વેએ પણ શહીદ વીરોને પુષ્પ અર્પણ કરી તેઆેની આત્માની શાંતિ માટે પ્રાથર્ના કરી.

કાેંગ્રેસ દ્વારા આયોજન

પોરબંદર જીલ્લા કાેંગ્રેસ દ્વારા માણેકચોક ખાતે મીણબત્તી પ્રગટાવીને શહીદોને અશ્રુભીની શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જીલ્લા પ્રમુખ નાથાભાઇ આેડેદરાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાેંગી કાર્યકરો ઉપિસ્થત રહ્યા હતા અને શ્રધ્ધાંજલી અને શબ્દાંજલી પાઠવી હતી.

શિવસેના દ્વારા આયોજન

પોરબંદર જીલ્લા શિવસેના દ્વારા રાણીબાગ પાસે શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આતંકવાદીઆેનો ખાત્મો કરી દેવા શિવસેનિકોએ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

જેસીઆઇ દ્વારા આયોજન

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઆેએ સીઆરપીએફના કાફલા ઉપર કરેલા હુમલામાં દેશના 44 જવાનો શહીદ થયા છે અને બીજા ર0 જેટલા જવાનો ઇજાગ્રસ્ત બન્યા છે ત્યારે આ હિચકારી ઘટનાને વખોડી અને વિરગતી પામેલ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા જેસીઆઇ પોરબંદર દ્વારા માણેકચોક ખાતે શ્રધ્ધાંજલી કાéર્ક્રમ યોજવામાં આવ્યો હતો. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં શહીદોના આત્માની શાંતિ માટે કેન્ડલ પ્રગટાવી અને મૌન પાડવામાં આવ્éું હતું. આ કાર્યક્રમમાં જેસીઆઇ પોરબંદરના સર્વે સભ્યો તથા સામાજિક સંસ્થાઆેના આગેવાનો અને શહેરના નાગરીકો ઉપિસ્થત રહી શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

સુકી મચ્છીના વેપારીઆે દ્વારા શ્રદ્ધાસુમન

જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે જે આતંકી હુમલો થયો તેને સૌરાષ્ટ્ર-કચ્છ ડ્રાય ફીશ એસોસીએશનના ઉપપ્રમુખ સુનિલભાઈ ગોહેલ અને કમીટી મેમ્બર દ્વારા વખોડી કાઢીને શહીદોના આત્માની શાંતિ માટે પ્રાથર્ના કરી હતી. આ આતંકવાદી ઘટનાનો બદલો લેવાય તેવી માંગણી પણ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ સુકી મચ્છીના વેપારીઆે દ્વારા કરવામાં આવી હતી.

બગવદરમાં આયોજન

કાશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલો થયો અને આપણી સેનાના 44 જવાનો શહીદ થયા જેથી આખો ભારત દેશ ખળભળી ગયો છે અને આતંકવાદ વિરૂધ્ધ એકમદ રોષ વ્ાયાપી ગયેલ છે ત્યારે પ્રાથમિક સ્કુલોમાં શિક્ષકો પણ બાળકોને આ અંગે વાકેફ કરે અને બાળકોમાં પણ દેશદાઝ જગાવી જરૂરી છે. બગવદર પ્રા. શાળાના બાળકોને શિક્ષકો દ્વારા આ આતંકવાદી ઘટના બાબત બાળકોને જાણકારી આપવામાં આવેલ અને બાળકોએ પણ બે મીનીટનું મૌન પાડી શહીદોને શ્રધ્ધાંજલી આપેલ. આ તકે બાળકોના ચહેરા પણ શોકાતુર જોવા મળેલ. જયારે બગવદર પ્રાથમિક શાળાના આચાર્ય સંગીતાબેન દીવરાણીયા, નિલેશભાઇ ડાકી, રાણીબેન આેડેદરા એ બાળકો પ્રત્éે દેશભકિત બાબત વિસ્તૃત જાણકારી આપી હતી.

અડવાણામાં આયોજન

અડવાણાની હાઇસ્કુલ ખાતે સૈનિકોને શ્રધ્ધાંજલી અર્પવાના કાર્યક્રમનું આયોજન થતાં ટ્રસ્ટી ભીમભાઇ કારાવદરા સહિત આગેવાનો આચાર્ય અરજનભાઇ આેડેદરા, શિક્ષકો, વિદ્યાથ}આેએ અશ્રુભીની આંખે શ્રધ્ધાંજલી પાઠવી હતી.

Comments

comments

VOTING POLL