પોરબંદર શહેર-જિલ્લાએ બંધ પાડતા કાેંગ્રેસે માન્યાે વેપારીઆેનો આભાર

September 11, 2018 at 4:31 pm


પેટ્રાેલ-ડીઝલના અસü ભાવવધારા અને આસમાનને આંબતી માેંઘવારીના મુદ્દે ‘ભારત બંધ’ ના એલાનના પગલે પોરબંદરમાં સ્વયંભુ રીતે સંડ બંધ પાડવામાં સહકાર આપનારા સર્વે વેપારી ભાઈઆે અને પોરબંદરના પ્રબુÙ શહેરીજનોનો પોરબંદર કાેંગ્રેસે આભાર માન્યાે છે.
23 જેટલા રાજ્યો અને કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતિ સાથે ભા.જ.પ. સરકાર આમ પ્રજાને સ્પર્શતા જીવન જરૂરીયાત સામાનના ભાવો નિયંત્રણમાં રાખવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે આસમાનને આંબતી માેંઘવારીના કારણે દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ ત્રાહીમામ પોકારી ગયો છે. બીજી તરફ દરેક દેશવાસીઆેના રોજીંદા જીવનમાં ભાગ બની ચૂકેલા પેટ્રાેલ અને ડીઝલના ભાવોમાં અસü વધારો વારંવાર ઝીકાઈ રહ્યાે છે જેના કારણે દેશના સામાન્ય માણસથી શરૂ કરી અને નાના ઉદ્યાેગકાર સુધી સૌનું અથર્તંત્ર ખોરવાઈ ગયું છે. એકતરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલ (ક્રુડ આેઈલ) ના ભાવો લાંબા સમયથી તળીયાની સપાટીએ છે પરંતુ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રાેલીયમ પેદાશો પર લાદેલા વેટમાં અને ભાવમાં વધારો કરી કરોડો રૂપિયા દરરોજ દેશની આમપ્રજાના ખિસ્સામાંથી સેરવી રહી છે. પેટ્રાેલ-ડીઝલના અસü ભાવવધારા અને વિકરાળ બનેલી માેંઘવારીના કારણે ગરીબ, મધ્યમવર્ગ, નોકરીયાત, ખેડૂતો, નાના ઉદ્યાેગકારો તેમજ સંગઠીત અને અસંગઠીત ક્ષેત્રના કામદારો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે આમ પ્રજાની વેદનાને વાચા આપવા અને પેટ્રાેલ-ડીઝલના ભાવઘટાડાની માંગણી સાથે અને માેંઘવારીને સત્વરે નિયંત્રણમાં લાવવા માટે અસરકાર પગલા ભરવાની માંગણી સાથે ભારતીય રાષ્ટ્રીય કાેંગ્રેસ પક્ષ દ્વારા સોમવારના રોજ સમગ્ર દેશમાં ભારત બંધનું એલાન કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું હતું જેને સમગ્ર દેશમાં ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડéાે છે. માેંઘવારીના મુદ્દે દેશભરમાં કાેંગ્રેસ દ્વારા બંધના એલાનની સાથાેસાથ પોરબંદર શહેર જિલ્લા કાેંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના પોરબંદર જિલ્લાબંધનું એલાન આપ્યું હતું અને વેપારી ભાઈઆેને વેપાર-ધંધા બંધ રાખવા નમ્ર અપીલ કરી હતી ત્યારે પોરબંદર શહેર, છાંયા શહેર અને સમગ્ર પોરબંદર જિલ્લામાં સ્વયંભુ રીતે સંડ બંધ રહેતા કાેંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલા ભારત બંધ એલાનને પોરબંદર જિલ્લામાં સફળતા અપાવવા માટે સહકાર આપનાર સર્વે વેપારી ભાઈઆે, મહાજન અગ્રણીઆે, જુદા-જુદા એસોસીએશનના હોદ્દેદારો, વિવિધ શાળા-કોલેજોના સંચાલકો, જુદી-જુદી સંસ્થાઆે, પેટ્રાેલપંપ ધારકો તેમજ પોરબંદર શહેરના સુજ્ઞ નાગરીક ભાઈઆે-બહેનો, યુવાનો અને વિદ્યાથ}આેનો પોરબંદર જિલ્લા કાેંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ભુરાભાઈ આેડેદરા, પોરબંદર શહેર સમિતિના પ્રમુખ પરિમલભાઈ ઠકરાર અને છાંયા શહેર કાેંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતભાઈ કુછડીયા આભાર વ્યક્ત કરે છે તેમ પોરબંદર જિલ્લા કાેંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું છે.

Comments

comments