પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીમાં સ્લેબ તૂટી પડતા કરોડોનું નુકશાન

August 6, 2018 at 7:15 pm


પોરબંદરમાં આવેલ નીરમા ગૃપની સોડાએશ ઉત્પન્ન કરતી સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેક્ટરીના મહત્વના ગણાતા પ્રાેેસસ હાઉસના પ્લાન્ટમાં અચાનક કોઈ ખામી ઉભી થતા ઉપરથી તેનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. પરિણામે કંપનીનું ઉત્પાદન સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે.
આ સ્લેબ વહેલી સવારે તૂટી પડéાે ત્યારે નીચે કોઈ કામદાર કે એન્જીનીયર હાજર નહી હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. એટલું જ નહી પરંતુ ફેક્ટરીના અન્ય વિભાગોને નુકસાન થાય નહી તેથી યુદ્ધના ધોરણે ત્વરીત રીતે અધિકારીઆે અને એન્જીનીયરોએ કામદારોને સાથે રાખી ફેક્ટરીનો પ્લાન્ટ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો હતો. પરિણામે 900 ટન સોડાએશનું ઉત્પાદન બંધ પડéું છે.
સ્લેબ પ્લાન્ટમાં કોઈ ખામી ઉભી થવાને કારણે ધરાશાયી થઈ ગયો હતો અને નીચે આવેલી મશીનરી સહીત પ્લાન્ટના અન્ય વિભાગોને મળીને કરોડો રૂપિયાનું નુકશાન થયાનું માનવામાં આવેલ છે. ફેક્ટરીના મહત્વના ગણાતા પ્રાેેસેસ હાઉસ વિભાગમાં જ આ ઘટના બની હતી. તેથી ઉત્પાદન બંધ પડéું છે.

Comments

comments

VOTING POLL