પોર્શનું ૯૧૧ની રેન્જમાં રૂા.૧.૮૨ કરોડનું મોડલ

April 12, 2019 at 10:47 am


વૈભવી કાર ઉત્પાદક કંપની પોર્શે ગુરૂવારે તેની બધી નવી ૯૧૧ રેન્જને ભારતમાં રૂા.૧.૮૨ કરોડ (એકસ–શોરૂમ)ના ભાવે લોન્ચ કરી હતી. ૯૧૧ કેરેરા એસનો ભાવ રૂા.૧.૮૨ કરોડ, યારે ૯૧૧ કેરેરા એસ કેરબ્રિયોલેટનો ભાવ રૂા.૧.૯૯ કરોડ છે. રિયર એન્જિન મોડલને રિડિઝાઈન કરીને તેને મસ્કયુલર લૂક આપવામાં આવ્યો છે. પ્રથમ પેઢીની જેમ નવી ૯૧૧ પણ નવા યુગની સ્પોટર્સ કાર જ છે. આ કાર અગાઉના મોડલ કરતાં વધારે શકિતશાળી અને કાર્યક્ષમ છે. ૯૧૧ની આઠમી પેઢીએ તેની અનોખી ડિઝાઈન દ્રારા ચાલકોની પસંગીની કારનો દરજજો જાળવી રાખ્યો છે. તેનાં બે વેરિયન્ટ ૪૫ એચપીમાં છે, જે અગાઉની આવૃતિની તુલનાએ ૩૦ એપી વધારે છે

Comments

comments