પોલીસ અને વકીલો વચ્ચેનું બખડજંતર: કજિયાનું માેં હંમેશા કાળું જ હોય છે

November 8, 2019 at 11:18 am


Spread the love

જેમ પ્રેસ અને પોલીસને એક બીજા વગર ચાલતું નથી તેમ પોલીસને વકીલ વગર પણ ચાલતું નથી.પણ જ્યારે આ કોમ્યુનિટી સામસામે આવી જાય ત્યારે કેવા કેવા પરિણામો આવે છે તે હમણાં દેશ અને દુનિયાએ દિલ્હીમાં જોયું. મામલો ખાલી પાર્કિંગનો હતો અને વાત ગોળીબારથી લઈને હડતાળ અને ધરપકડ સુધી પહાેંચી ગઈ.આ મામલો એટલો બધો ગરમાયો કે ગૃહમંત્રી અમિત શાહે પણ આડકતરી રીતે વચ્ચે પડવું પડéું. કજિયાનું માેં હંમેશા કાળું જ હોય છે અને તેથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે પોલીસ અને વકીલો વચ્ચેના સંબંધોની દ્રાક્ષ ખાટી થઈ ગઈ છે.વકીલો હજુ હડતાળ ઉપર છે અને રોજ નવા નવા ફણગા ફૂટતા જાય છે. નવા સમાચાર એ છે કે, વકીલોએ દિલ્હીના મહિલા ડી.સી.પી.ઉપર હુમલો કર્યો હતો અને આ ઘટનાના ફૂટેજ બહાર આવ્યા બાદ મહિલા આયોગ પણ વિવાદમાં કૂદી પડéું છે.
આ આખી ઘટના દિલ્હીની તીસ હજારી કોર્ટની છે અને તેના પ્રાંગણમાં વકીલો અને પોલીસકર્મીઆેના સંઘર્ષ બાદ તણાવ પેદા થયો હતો.
વરિષ્ઠ અધિકારીઆેએ પોલીસકર્મીઆેને સમજાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ તેઆે ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવતા રહ્યા હતા.
જ્યારે દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક ત્યાં આવ્યા તો ‘દિલ્હી પોલીસ કમિશનર કેવા હોય, કિરણ બેદી જેવા હોય’ના નારા સંભળાયા હતા.અત્યારની ઘટના અને કિરણ બેદીને કશું લાગે વળગે નહી પણ પોલીસને જૂની ઘટના યાદ આવી ગઈ હતી.
હાલમાં પુડ્ડºચેરીનાં લેãટન્ટ ગવર્નર કિરણ બેદી 1972માં દેશનાં પ્રથમ મહિલા આઈ
પી.એસ.પોલીસ અધિકારી બન્યાં હતાં અને તેમનું પ્રથમ પોસ્ટિંગ દિલ્હીમાં થયું હતું.
દિલ્હી પોલીસમાં ટ્રાફિકથી લઈને જેલ સુધીની અનેક જવાબદારીઆે સંભાળ્યા બાદ કિરણ બેદીએ 2007માં ડાયરેક્ટર જનરલ (બ્યૂરો આૅફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ)ના પદ પરથી રાજીનામું આપી પોલીસ સેવામાંથી સ્વૈિચ્છક નિવૃિત્ત લઈ લીધી હતી.
કિરણ બેદી ક્યારેય દિલ્હીનાં કમિશનર રહ્યાં નથી, તો પછી એ સવાલ થાય છે કે કેમ કેટલાક પોલીસકર્મીઆે દિલ્હી પોલીસ કમિશનર કિરણ બેદી જેવા હોય એવા નારા લગાવતા હતાં
પોલીસકર્મીઆેના આ નારાનો સંબંધ 32 વર્ષ પહેલાં બનેલી એક ઘટના સાથે છે. જ્યારે કિરણ બેદી નોર્થ ડિસ્ટિ²ક્ટનાં ડીસીપી હતાં.
એ સમયે પણ પોલીસ અને વકીલો વચ્ચે મોટા પ્રમાણમાં સંઘર્ષ થયો હતો.
એ જ કારણ છે કે 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કિરણ બેદીને મુખ્ય મંત્રીનાં ઉમેદવાર બનાવ્યાં હતાં. ત્યારે પણ વકીલોએ 1988ના ઘટનાક્રમનો હવાલો આપતા મોટા પ્રમાણમાં કિરણ બેદી સામે પ્રદર્શનો કયા¯ હતાં.
1998માં જ્યારે કિરણ બેદી ઉત્તર દિલ્હીનાં ડેપ્યુટી કમિશનર હતાં ત્યારે પોલીસે તેમની આેફિસની બહાર એકઠા થયેલા દિલ્હી બાર ઍસોસિયેશનના સભ્યો પર લાઠીચાર્જ કરી દીધો હતો..
વકીલોએ આરોપ લગાવ્યો કે હુમલો કરનારા પોલીસના લોકો હતા પરંતુ પોલીસે આ આરોપને નકારી દીધો અને કિરણ બેદીએ પીલીસનો બચાવ કર્યો હતો.
1988માં પ્રથમ વખત એવું થયું કે જ્યારે વકીલો અને પોલીસ વચ્ચેના સંબંધોમાં આ રીતે તણાવ ઊભરીને આવ્યો હતો.
આ વખતે પણ પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે સેંકડોની સંખ્યામાં પોલીસકર્મીઆેએ દેખાવો અને ધરણા કર્યા હોય.
પોલીસ અધિકારીઆે, સેનાના જવાનો, ડોક્ટરો, વકીલો એ સમાજના અભિન્ન અંગ છે. તેમની સેવા વગર સમાજ અધૂરો ગણાય છે. તેમના પર સમાજની જવાબદારી છે ત્યારે આવા પ્રતિિષ્ઠત લોકો રસ્તા પર ઊતરીને કાયદો હાથમાં લે તે શું વાજબી છે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.
પાર્કિંગ જેવા મુદ્દે વકીલો પોલીસના જવાનોને મારે, કોઈ એકાદ હોસ્પિટલમાં કોઈ દરદીના મોત બાદ વિફરેલા તેમના સગાંસ્નેહી ડોક્ટરો પર હુમલો કરે તો ડોક્ટરો હડતાળ પર ઊતરે, પોલીસના જવાનોની સામે વકીલો જેમની જવાબદારી કાયદાની રક્ષા કરવાની છે તે જ કાયદો હાથમાં લે તે એક સભ્ય સમાજ માટે સારી નિશાની ગણાય ખરીં એમાં કોઈ શંકા નથી કે પોલીસ સતત ખડેપગે આપણી રક્ષા કરી રહી છે, પરંતુ એ જ પોલીસે નિર્લં થઈને લાંચ લીધી હોય, જેલ કસ્ટડીમાં કોઈ કેદીને વગર વાંકે માર્યો હોય અને તેનું મોત થયું હોય કે રસ્તા પર માત્ર વાહનના દસ્તાવેજના અભાવમાં સગીર
પુત્રની સામે તેના પિતાને માર્યો હોય એવી ઘટના પણ ઘણી નજરે ચઢી છે. તેમ છતાં આપણે ત્યાં
પોલીસને એક અલગ પ્રકારનું માન આપવામાં આવે છે.
બીજી તરફ વકીલો દ્વારા પણ જે રીતે પોલીસ જવાનોની મારપીટ કરાય એ ક્યારેય સ્વીકારી શકાય તેમ નથી. પોતાની લડાઈ કોર્ટમાં લડવા માટે જાણીતી આ પ્રજા કાયદો
હાથમાં લે તો લોકો કોની પાસે ન્યાયની અપેક્ષા રાખી શકેં .