પોસ્ટમાં ખાતું ખોલાવા અનેક લોકોના પૈસા લઇ શખ્સ ફરાર

August 10, 2018 at 12:49 pm


વલભીપુરના પીપરીયા અને નવાગામના લોકો સાથે છેતરપીડી ભાવ. મ્યુનિસીપલ વિપક્ષ નેતાએ ઉચ્ચસ્તરે રજુઆત કરી

પોસ્ટમાં ખાતું ખોલાવા અને પૈસા બચત થાય એ માટે અનેક લોકોએ આપેલી રકમ આેળવી જઈ એક શખ્સ ફરાર થઈ ગયાની વધુ એક ઘટના સામે આવી છે.આ વખતે બનાવ ગ્રામ્ય વિસ્તારમાં બન્યાે છે. વલભીપુરના બે ગામોમાં અનેક લોકો સાથે વિશ્વાસઘાત થતા ભાવનગર મહાપાલિકાના વિપક્ષી નેતા સુધી રજુઆત થતા તેમણે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી પગલાં ભરવા માંગ કરી છે.
ભાવનગર મહાનગરપાલિકાનાં વિરોધપક્ષનાં નેતા જયદિપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વંભીપુર તાલુકાના પીપીરીયા તથા નવાગામના રહેવાસીઆે દ્વારા એક અરજી આપવામાં આવેલ છે. તેમા જણાવ્યા મુજબ નવાગામની પોસ્ટ આેફીસમાં અબ્બાસભાઈ પ્યારમહમદ ખાનજાદા નામની વ્યકિત સવિર્સ કરે છે તેમણે પોસ્ટમાં ખાતુ ખોલાવાના બહાને બંને ગામમાંથી ઘણા માણસોના પૈસા લઇ ખાતુ ખોલાવાની બાંહેધરી આપેલ પરંતે થાેડા સમય બાદ પોસ્ટ ખાતામાં તપાસ કરતા માલુમ પડેલ કે પોસ્ટમાં ખાતુ ખોલવામાં આવેલ જ નથી. આ પ્રકારનું ફ્રાેડ કરી પૈસા ઉઘરાવેલ છે.
આ ઉપરાંત જેના ખાતા ખોલાવેલ હતા તેની સહીઆે કરાવી ઉપાડવાના બહાને તે પૈસા લઇને ફરાર થઇ ગયેલ છે. આ તમામ પીપરીયા-નવાગામના રહીવાસીઆે મજુર વર્ગના તથા સાવ સામાન્ય પરીવારનાં હોય, તેઆે દ્વારા પૈસા બચાવીને આ વ્યકિતને પોસ્ટમાં ખાતુ ખોલવા જમા કરાવેલ જેથી કરી ભવિષ્યમાં થાેડી બચત થઇ શકે તો તાકીદે આની ઉપર કાયદેસર કાર્યવાહી કરી પૈસા પરત મળે તેવી કાર્યવાહી કરવા આજરોજ મુખ્યમંત્રી, સાંસદ, વિરોધપક્ષના નેતા, ગુજરાત રાજય, કલેકટર, ડી.એસ.પી.ને રજુઆત કરેલ છે.

Comments

comments

VOTING POLL