પ્રખર રામાયણી-રામભકત પૂ.મોરારીબાપુનું જામનગરમાં ટૂંકા રોકાણ બાદ દ્વારકામાં મુકામ

September 8, 2018 at 12:55 pm


માનસ મર્મજ્ઞ, પ્રખર રામાયણી અને રામભક્ત એવા પૂ. મોરારીદાસબાપુ હરીયાણી જામનગરની ટૂંકી મુલાકાત માટે પર્ધાયા હતા અને અહીથી દર્શન કરવા માટે દ્વારકા રવાના થયા હતા, પૂ. મોરારીબાપુ જગતમંદિર ઉપરાંત બેટ-દ્વારકાની મુલાકાતે જવાના હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. દેશ-વિદેશ અને ધરતી-આકાશ અને સમુદ્રમાં રામાયણ વાંચી ચૂકેલા પૂ. મોરારીબાપુ હરિયાણીની કથા સાંભળવા હંમેશા લોકોમાં ભારે ઉત્કંઠા રહે છે, એમણે પાકિસ્તાનમાં પણ રામકથા કરવા માટેની મંજુરી અગાઉ માંગી હતી, પૂ. મોરારીબાપુને હિન્દુ-મુિસ્લમ એકતાના પ્રતિક માનવામાં આવે છે અને જ્યારે સૌરાષ્ટ્રમાં જરૂર પડી ત્યારે તેમને એકતા યાત્રાઆે કાઢીને અનોખો સંદેશ આપ્યો હતો.

પૂ. મોરારીબાપુ ગઇકાલે બપોરે 1 વાગ્યે વિમાન મારફત જામનગર આવ્યા હતા અને એરપોર્ટ પરથી ચાંદ્રા પરિવારના આગ્રહને માન આપીને સીધા ચાંદ્રા પરિવારના ફાર્મ હાઉસ પર પહાેંચ્યા હતા, અડધા-પોણા કલાકનું રોકાણ કર્યા બાદ પૂ. મોરારીબાપુ દ્વારકા જવા રવાના થયા હતા અને આજે એમણે દ્વારકામાં મુકામ કયોર્ છે, જગતમંદિરના દર્શન કરી લીધા બાદ પૂ. મોરારીબાપુ બેટ-દ્વારકાની મુલાકાતે જવાના હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પૂ. મોરારીબાપુએ દ્વારકા ખાતે ગીતા મંદિરમાં રોકાણ કર્યું છે, જ્યાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને લોકો એમને મળવા પહાેંચી રહ્યા છે, સ્વામી કેશવાનંદ પણ પૂ. મોરારીબાપુને મળવા માટે પહાેંચ્યા હતા, આજે બપોર સુધી દ્વારકામાં રોકાણ કર્યા બાદ પૂ. મોરારીબાપુ બેટ-દ્વારકા દર્શન કરવા જવાના હતાં જે કાર્યક્રમ રØ થયો છે.

Comments

comments

VOTING POLL