પ્રખર વકતા અને દિગંબર જૈન મુનિ તણ સાગર મહારાજ કાળધર્મ પામ્યાં

September 1, 2018 at 10:42 am


51 વર્ષીય ક્રાંતિકારી રાષ્ટ્રસંત મુનિ તરુણસાગરજીએ તા.1 સપ્ટેમ્બર, 2018ના રોજ દિલ્હી ચાતુમર્સિ અંતર્ગત સવારે 3.11 મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓનાં દેવલોકગમનનાં સમાચાર મળતાં જ સમગ્ર દેશમાં રહેલાં તેઓનાં ભક્તોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો દિલ્હી પણ પહોંચી રહ્યાં છે.તેઓની અંતિમ વિધિ શનિવારે બપોરે 3.00 વાગ્યે તરુણસાગરમ તીર્થ, દિલ્હી (મેરઠ હાઈવે) ખાતે થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણાં સમયથી તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી દિન-પ્રતિદિન સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. આજે સવારે દિગમ્બર જૈન મુનિઓની ઉપસ્થિતિમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે અહિંસા વિશ્વ ભારતીના આચાર્ય ડો.લોકેશ મુનિજીએ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કેતા.1 સપ્ટેમ્બરના રોજ સવારે 3.11 મિનિટે પૂજ્ય તરુણસાગરજી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા.
છેલ્લા 20 દિવસથી તેઓ કમળાની બીમારીથી પીડાતા હતાં. તેમને જેના કારણે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યાં હતાં. જૈન મુનિ તેમના ’’કડવા વચનો’’ માટે ખુબ જ જાણીતા હતાં.
તરૂણ સાગરે છત્તીસગઢમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તેમનું મૂળ નામ પવન કુમાર જૈન હતુ. તેમનો જન્મ મધ્યપ્રદેશના દમોહમાં 26 જૂન 1967માં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપચંદ્ર જૈન હતુ. જ્યાર બાદ તેમણે 8 માર્ચ 1981માં ઘરનો ત્યાગ કર્યો હતો અને ત્યાર બાદ તેમણે છત્તીસગઢમાં દિક્ષાગ્રહણ કરી હતી.
તેમને 20 દિવસથી મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાંના ડોકટરોએ જણાવ્યું હતું કે, તેમની તબીયતમાં સુધારો આવતો નથી. મુનિશ્રીની સારસંભાળ રાખનાર બ્રહ્મચારી સતીશજીના જણાવ્યા મુજબ મુનિશ્રીએ હવે ઉપચાર કરાવવાની ના પાડી દીધી હતી. અને તેઓ તેમના અનુયાયીઓ સાથે દિલ્હી સ્થિત રાધાપુરી જૈન દેરાસર ચાતુમર્સિ સ્થળે પરત આવી ગયા હતાં.
દિલ્હી જૈન સમાજના અધ્યક્ષ ચક્રેશ જૈને જણાવ્યું હતુ કે મુનિશ્રી તરૂણ સાગરજી મ.સા.એ પોતાના ગુરૂ પુષ્પદંત સાગરની આજ્ઞા બાદ સંલેખના કરી રહ્યા હતાં. જયારે પૂ.પુષ્પદંત મ.સા.એ પણ એક વીડિયો જાહેર કરી જણાવેલ કે પૂ.તરૂણ સાગરજીની હાલત ગંભીર છે. ગુરૂદેવે આ અંગે એક પત્ર પણ લખ્યો હતો. જેમાં મુનિ સૌરભ સાગર અને મુનિ અરૂણ સાગરને દિલ્હી પહોંચી સમાધીમાં સહયોગ આપવા જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL