પ્રજ્ઞાચક્ષુ મતદારોને પ્રથમ વખત અપાશે બ્રેઇલ વોટર સ્લીપ : ભાવનગરનું યોગદાન

April 12, 2019 at 9:06 pm


આગામી લોકસભા ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને ખાસ પ્રકારની બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપ આપવામાં આવશે જે ભાવનગરમાં તૈયાર થઈ છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે દેશભરમાં આ પ્રથમ પ્રયોગ છે તેમ જાણવા મળ્યું છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો મતદાન કરી શકે અને સાથે ગુતા જળવાઈ રહે તેવું ખાસ આયોજન ચૂંટણી પંચે કયુ છે જેને આવકાર મળી રહ્યો છે.

લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં કોઈ પણ નાગરિક પોતાના મતદાન અધિકારથી વંચિત ન રહી જાય એ માટે ચૂંટણી પચં પ્રયત્નશીલ હોય છે. આથી દેશમાં યોજાવા જઇ રહેલી ૧૭મી લોકસભા ચૂંટણીથી લાખો પ્રજ્ઞાચક્ષુ મતદારોને ધ્યાને લઇ બહત્પ મોટો નિર્ણય કરાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯માં પ્રજ્ઞાચક્ષુ મતદારોને ધ્યાને લઇ બ્રેઇલ લીપીમાં મતદાન સ્લીપ તૈયાર કરવામાં આવી છે. અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘના પ્રમુખ લાભુભાઈ સોનાણીએ જણાવ્યું કે, દેશભરમાં આ પ્રથમ પ્રયોગ છે જેમાં ભાવનગરનું યોગદાન છે તે વિશેષ ગૌરવની વાત છે. ચૂંટણી પંચના પ્રયાસોને આવકારી તેમણે ઉમેયુ કે અમારી માંગણીને ન્યાય મળ્યો છે.

કૃષ્ણકુમારસિંહજી અધં ઉધોગ શાળા ભાવનગર ખાતે ચાલતા એલ.આઈ.સી ગોલ્ડન યૂબીલી ફાઉન્ડેશન બ્રેઇલ પ્રેસમાં રાયની ૫૨ વિધાનસભા બેઠકના પ્રજ્ઞાચક્ષુ ૭૭૭૬ મતદારોની બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપ તૈયાર કરી ચૂંટણીપંચને સુપ્રત કરાઈ છે. લાભુભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુ મતદારોને ચૂંટણીના દિવસે મતદાન મથક સુધી લાવવા લઇ જવા એસકોર્ટ પૂં પાડવા પણ ચૂંટણી પંચે યોજના બનાવી છે. આ માટે અગાઉથી ફોર્મ ભરવાનું રહેશે

Comments

comments

VOTING POLL