પ્રણવદાનું પ્રવચનઃ કાેંગ્રેસના સોફટ હિન્દુત્વની સામે હવે સંઘ પરિવાર સોફટ બિનસાંપ્રદાયિકતા અપનાવશે ં

June 11, 2018 at 4:00 am


આપણા દેશમાં 24 કેરેટના સોના જેવા અણીશુધ્ધ, નિરૂપદ્રવી, શાંતિના ચાહક અને એકતાના હિમાયતી તથા ઉંડો અનુભવ ધરાવતા નેતાઆેની સંખ્યા હવે આેછી રહી ગઈ છે. જો કે હજુ પણ કેટલાક આવા મહાનુભાવો હયાત છે અને એમને લીધે ભારતની રાજનીતિ ચમકી રહી છે. આવા નેતાઆેમાં પ્રણવદા એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો સમાવેશ થઈ શકે છે. મુખરજીના વિચારો મહાત્મા ગાંધી, નહેરૂજી, વાજપેયીજી અને બીજા ક્રાંતિકારી મહાનુભાવો સાથે ઘણા મેચ થાય છે. જનરલી બહુ મોટી ઉંમરમાં બુધ્ધિ આડી ફાટે છે પરંતુ મુખરજીની પાકટવયે આ પરંપરા તોડી છે. નાગપુરમાં આરએસએસના હેડ કવાર્ટરમાં મુખરજીના વકતવ્યને લઈને દેશભરમાં ચર્ચા છે અને અમુક વર્ગોમાં ઘણી ઉત્સુકતાનો માહોલ બની ગયો છે. આજની રાજનીતિ માટે ટ્રેડમાર્ક બની ગયેલી નફરતની આંધીની સામે પ્રણવ મુખરજીએ બગાવત પોકારી અને સંઘના મુખ્યાલયમાં એમણે નિડરતાથી જે વિચારો પ્રગટ કર્યા છે તેનું આકલન ઘણા લોકો કરવા લાગ્યા છે.

કાેંગ્રેસ મુકત ભારત અને સંઘ મુકત ભારત જેવી નફરત ફેલાવતી હવા વચ્ચે પ્રણવ મુખરજીએ રાજકારણમાં શુધ્ધતાની વાત કરી છે. પ્રણવ મુખરજીએ જ્યારે સંઘનું આમંત્રણ સ્વીકાર્યું ત્યારે કાેંગ્રેસના કેટલાક ટોચના નેતાઆેએ પોતાની નારાજી દશાર્વી હતી પરંતુ મુખરજીના વકતવ્ય બાદ એમણે પોતાનો અભિપ્રાય બદલવો પડયો છે. કેટલાક અનુભવી રાજકીય પંડિતો અને નિષ્ણાતો પોતપોતાની રીતે પ્રણવદાના વકતવ્યને મૂલવી રહ્યા છે અને એમને તેમાં ઘણા બધા સંકેતો પણ દેખાઈ રહ્યા છે. પ્રણવદાએ જે કંઈ કહ્યું છે તે ફકત આરએસએસ નહી બલ્કે સમગ્ર રાજકીય વર્ગ માટે એક મહત્વનો સંદેશ પણ છે જેને રાજકારણીઆે ગંભીરતાથી લે તો ભારતમાં સંવાદની સંસ્કૃતિ પાછી ફરી શકે છે. આપણે આવી આશા રાખવા સિવાય બીજું કશું કરી શકીએ એમ નથી. પ્રણવદાએ સ્પષ્ટ કહ્યું કે, સહિષ્ણુતા અને અનેકતા ભારતની અસ્સલ પહેચાન છે. આ બે તત્વોમાં જ ભારતનો આત્મા વસે છે અને તેના પાયા પર જ અમારો રાષ્ટ્રવાદ વિકસીત થયો છે. એમણે કહ્યું કે, અલગ-અલગ અભિપ્રાયોનું સન્માન કરવું અને સૌને સાથે લઈને ચાલવું તે ભારતીય સંસ્કૃતિની અપ્રતિમ વિશિષ્ટતા છે અને તે જ આપણા સંસદીય લોકતંત્રનો પાયો છે. ધૃણાથી અને નફરતથી રાષ્ટ્રવાદ કમજોર પડી જાય છે અને અસહિષ્ણુતા આપણી રાષ્ટ્રીય આેળખને બરબાદ કરી નાખે છે.
પ્રણવ મુખરજીના વકતવ્યને ભાજપ દ્વારા પણ આવકાર મળ્યો છે અને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજીએ પણ તેને આવકાર્યા છે તો પછી આપણે એવી કલ્પના કરી શકીએ કે 2019ની આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં કદાચ મુખ્ય રાષ્ટ્રીય હરિફો પોતપોતાની જૂની આઈડિયોલોજીમાં આમૂલ પરિવર્તન કરી શકે છે. દા.ત. કાેંગ્રેસે સોફટ હિન્દુત્વ અપનાવ્યો અને રાહુલ ગાંધીએ મંદિરો અને મઠોમાં જઈને પ્રાર્થના કરવાની શરૂઆત કરી તો તેનાથી તેમની પાર્ટીને ફાયદો થયો છે અને ગુજરાતમાં કાેંગ્રેસનો જનાધાર વધી ગયો છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હિન્દુ સમાજના હૃદયસમ્રાટની ભૂમિકા કરતાં વિકાસ પુરુષ તરીકેની ભૂમિકાને વધુ મહત્વ આપી રહ્યા છે તે પણ સૂચક છે. હવે કદાચ એવું બની શકે કે કાેંગ્રેસના સોફટ હિન્દુત્વના અખતરા સામે આરએસએસ પણ કદાચ સોફટ બિનસાંપ્રદાયિકતા અપનાવીને નરેન્દ્ર મોદીને ફરીવાર ગાદી પર બેસાડવાનો પ્રયોગ કરી શકે છે. આ માત્ર એક કલ્પના છે અને એક અંદાજ છે જો તે સાચો પડે તો તેમાં કશું ખોટું પણ નથી. પ્રણવદાએ કહ્યું તેમ નફરતની નીતિ માત્ર દેશ બરબાદ કરે છે અને સંઘ તેમજ ભાજપ કદાચ પોતાની નીતિમાં આમૂલ પરિવર્તન કરે તો દેશમાં આખો એક અલગ જ પ્રકારનો રાજકીય માહોલ બંધાઈ શકે એમ છે પરંતુ સૌથી મોટો પ્રñ એ છે કે, પ્રણવદાએ આપેલા આ લેશનને અમલમાં લેવાની આજના રાજકારણીઆેની કોઈ તૈયારી કે ત્રેવડ છે કે કેમ ં

વાચકોને એક વાતની યાદ આપવી જરૂરી છે કે ભાજપના સિનિયર નેતા એલ.કે. અડવાણી જ્યારે પાકિસ્તાન ગયા હતા ત્યારે એમણે મહંમદઅલી ઝીણાના મઝાર પર જઈને ચાદર ચઢાવી હતી અને ઝીણાના વખાણ કર્યા હતા ત્યારબાદ અડવાણીની ભારે આકરી ટીકાનો દોર લાંબા સમય સુધી ચાલ્યો હતો. એ જ રીતે પ્રણવ મુખજીર્એ જ્યારે સંઘનું આમંત્રણ સ્વીકાર્યું ત્યારે કાેંગ્રેસ સહિતના અલગ-અલગ પક્ષના નેતાઆે દ્વારા પણ આવી જ નારાજીભરી પ્રતિક્રિયા વ્યકત થઈ હતી. અડવાણીના પ્રયોગને તો જાજો ફાયદો થયો નથી પરંતુ પ્રણવદાના પ્રવચન પછી રાજકીય પક્ષો જો પ્રયોગ કરે તો આજના હવામાન મુજબ એમને ફાયદો થઈ શકે એમ છે. 2019ની લોકસભાની ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદી અને એમની સમગ્ર ટૂકડી ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ખુબ જ મહેનત કરી રહ્યા છે. સાથીપક્ષોને બનાવી રાખવા અને એકજૂટ રાખવાનો પ્રયાસ થઈ રહ્યાે છે. નરેન્દ્ર મોદીની સામે ચાર વર્ષ દરમિયાન ઘણી ચેલેન્જો આવી છે અને લોકોની અપેક્ષા હજુ પુરી થઈ નથી. એકમાત્ર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જ અકબંધ રહી છે બાકી ભાજપના ચૂંટાયેલા 282 સંસદસભ્યોમાંથી અડધો અડધ સામે લોકોને નારાજગી છે. આવી સ્થિતિમાં કદાચ આરએસએસ ભાજપને એવું સમજાવશે કે આપણે પણ સોફટ બિનસંપ્રદાયિકતાનો પ્રયોગ કરીને 2019માં ફરીવાર સત્તાના સૂત્રો સંભાળી લઈએ.

જો કે, આ લેખક સહિત દેશના ઘણા બધા લોકોની અપેક્ષા તો એવી છે કે સંઘ પરિવારે અને મોહન ભાગવતજીએ પ્રણવ મુખરજીને જ વડાપ્રધાન બનાવવા માટેની બાજી ગોઠવવી જોઈએ. જો આમ થાય તો દેશમાં આખો માહોલ સોનેરી થઈ જશે. રાજનીતિમાં બધું જ શકય છે તો આ પ્રયોગને આપણે અશકય શા માટે ગણીએ

Comments

comments

VOTING POLL