પ્રણવ બાદ હવે રતન ટાટા પણ સંઘ પ્રમુખ સાથે ‘બિરાજમાન’

August 25, 2018 at 11:02 am


પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી બાદ હવે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓ પૈકીના એક રતન ટાટાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સાથે મંચ શેયર કર્યો હતો. મોહન ભાગવતે આ પ્રસંગે કહ્યું કે કામ કરનારાઓને બોલવાની જર પડતી નથી.
જો કે પૂરો સમય મંચ પર હોવા છતાં રતન ટાટાએ આ સમારોહને સંબોધિત કર્યો નહોતો. મુંબઈના ટાટા હોસ્પિટલની નજીક કેન્સર રોગીઓ માટે રોગી સેવા સદન ચલાવનારી સંસ્થા નાના પાલકર સ્મૃતિ સમિતિનો ગઈકાલે સુવર્ણ જયંતી સમારોહ હતો. આ સમારોહમાં મોહન ભાગવતની સાથે ટાટા ટ્રસ્ટના ચેરમેન અને ઉદ્યોગપતિ રતન ટાટાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ અવસર પર ભાગવતે કહ્યું કે તમારી સૌની જેમ અમને પણ આશા હતી કે વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત પદ્મવિભુષણ રતન ટાટાને સાંભળવાનો અવસર મળશે પરંતુ તેઓ બોલવા નથી માગતા. તેમને બોલવામાં સંકોચ થાય છે. ભાગવતે આ સાથે જ કહ્યું કે જે લોકો કામ કરે છે તેમને બોલવાની જર નથી પડતી. ભાગવતે આ જ શ્રેણીમાં ટાટા ગ્રુપ્ના ભરપેટ વખાણ કરતાં કહ્યું કે ટાટા ગ્રુપ ક્યારેય પણ પોતાના ગ્રુપ અથવા કોઈ વ્યક્તિ માટે અપાર સંપત્તિ એકત્ર કરવાના સ્વપ્ન સાથે ચાલ્યું નથી. આ ગ્રુપ હંમેશા દેશનું ગૌરવ વધારવા માટે કામ કરતું રહ્યું છે અને તે જ વિશિષ્ટતાઓને કારણે આ કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે રતન ટાટાને બોલાવવા તેમની પ્રાથમિકતા હતી.

Comments

comments

VOTING POLL