પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સ્પ્રેસે પહેલા મહિનામાં જ 70 લાખનો નફો કર્યો

November 11, 2019 at 10:53 am


રેલવેની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સ્પ્રેસે પહેલા મહિનામાં જ રુ. 70 લાખનો નફો દશાર્વ્યો છે. આેક્ટોબર સુધીમાં રુ. 3.70 કરોડની આવક મેળવી છે. 50 રેલવે સ્ટેશનને વિકસાવીને વિશ્વકક્ષાના બનાવવા રેલવેના પ્રયાસ રહ્યા છે. 150 ટ્રેનને ખાનગી આેપરેટર દ્વારા ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.
તેજસ એક્સ્પ્રેસ લખનૌ – દિલ્હી વચ્ચે 5, આેક્ટોબરથી શરુ કરાઈ હતી. આઈઆરસીટીસીને ટ્રેન ચલાવવા પાછળ રુ. 3 કરોડનો ખર્ચ આેક્ટોબર અંત સુધીમાં થયો છે.
પેસેન્જર ભાડામાંથી રોજની રુ. 17.50 લાખની આવક થઈ છે. તેજસ ટ્રેનમાં પેસેન્જરોને અનેક સવલત અપાઈ છે. વીમા યોજના, વિલંબના કેસમાં વળતર અને સારું ભોજન વિ.નો સમાવેશ છે. ખાનગી ટ્રેનો ચલાવવા અંગે સરકારે આેક્ટોબરમાં હિનામાં સચિવોના જૂથનો એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. જો કે આ જૂથની એક પણ બેઠક હજુ સુધી મળી નથી. આ જૂથ ખાનગી ટ્રેનોના સંચાલન અંગે અને સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રાેજેક્ટ વિશે ખાનગી આેપરેટરોને સાંકળવા અંગે પ્રયત્નશીલ રહેશે.
તેજસ ટ્રેન શરુ થયા પછી, એટલે 5 આેક્ટોબર પછી ટ્રેનમાં સરેરાશ આેકયુપેન્સી 80 થી 85 ટકા રહી હતી અને ટ્રેન ચલાવવા પાછળ લગભગ 3 કરોડનો ખર્ચ થયો હતો. લખનઉ-દિલ્હી રુટ પરની તેજસ એક્સ્પ્રેસ ટ્રેન ખાનગી આેપરેટર દ્વારા ચલાવવામાં આવેલી પ્રથમ ટ્રેન છે. આ ટ્રેનના પ્રવાસીઆેને 25 લાખ રુપિયા સુધીનું વીમાકવચ પૂરું પાડવામાં આવે છે.

Comments

comments