પ્રથમ ગ્રાસે મક્ષિકાઃ ડસ્ટબિન વિતરણ શરૂ થતાંની સાથે જ ટેકસ બ્રાંચના સર્વર ઠપ્પ

November 28, 2018 at 4:23 pm


રાજકોટ મહાપાલિકા દ્વારા વેરો ભરપાઈ કરનાર નાગરિકોને બે ડસ્ટબીન વિનામુલ્યે આપવાનું શરૂ કરાયું છે. દરમિયાન આજે કામગીરીના પ્રારંભે જ વોર્ડ નં.18 કોઠારીયા વિસ્તારમાં ટેકસ બ્રાંચના સર્વર ઠપ્પ થઈ જતાં ડસ્ટબીન લેવા આવેલા નાગરિકોમાં દેકારો બોલી ગયો હતો.
દરમિયાન વોર્ડ નં.18માંથી સ્ટે. ચેરમેન ઉદય કાનગડ સુધી ફરિયાદ પહાેંચતા તેમણે ડેપ્યુટી કમિશનર નંદાણી અને ગણાત્રા સાથે ટેલીફોનીક વાતચીત કરી તાકીદે યોગ્ય કાર્યવાહી કરી નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તાકીદ કરી હતી.

Comments

comments

VOTING POLL