પ્રદુષિત પાણી પીવાથી લોકો પર દવાની અસર નહીંવત છે

February 1, 2018 at 8:21 pm


એન્ટીબાયોટિક દવાના આડેધડ ઉપયોગની સાથે સાથે ફામાૅ પ્રદુષણ પણ બેક્ટિરિયા અને વાયરસને તાકતવર બનાવે છે. નાણાંકીય સંસ્થા નાેરડિયા દ્વારા જારી કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનાે દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દવા કંપનીઆેમાંથી નિકળનાર રસાયણ અને મેટલ્સ પાણી તેમજ જમીનને અસર કરી રહ્યાા છે. આ પાણી જમીનમાં પહાેંચી ગયા બાદ જળ સંશાધનાે મારફતે સામાન્ય લોકો સુધી પહાેંચે છે. દવા મિિશ્રત આ પાણીના ઉપયોગથી લોકોના શરીરમાં જરૂર વગર દવા પહાેંચી રહી છે. જે બેક્ટિરિયા અને વાયરસમાં તેના માટે પ્રતિરોધ ઉભા કરે છે. આ અભ્યાસમાં ખાસ કરીને હૈદારબાદની દવા કંપનીઆેના પ્રભુત્વવાળા વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીં પાણીમાં દવા કંપનીઆેમાંથી નિકળનાર લિક્વિડ અને હેવી મેટલ્સનુ પ્રમાણ નક્કી કરવામાં આવેલી હદ કરતા ખુબ વધારે છે. હૈદરાબાદ એક ફામાૅ હબ તરીકે છે.જ્યાં દર વષેૅ લાખો ટન દવા બને છે.અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીં પાણીમાં દરરોજ મોટા પ્રમાણમાં દવાના ઘટક તત્વો મળી રહ્યાા છે. દવા કંપનીઆે પ્રદુષિત પાણીને ટ્રીટ કર્યા વગર અથવા તાે આંશિક રીતે ટ્રીટ કરીને આગળ વધે છે. જરૂર વગર દવા લેવાથી તે માનવી શરીરમાં બેક્ટિરિયા અને વાયરસ માટે પ્રતિરોધ વધારે છે. જેના કારણે આજે કેટલીક એન્ટીબાયોટિક દવા બિનઅસરકારક સાબિત થઇ રહી છે.

Comments

comments