પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છ મહિનામાં મકાન બનાવનારને રૂા.20 હજાર વધારાના અપાશે

August 3, 2018 at 4:07 pm


પ્રધાન મંત્રી આવાસ યોજના (પીએમએવાય) અંતર્ગત જે વ્યકિત મકાન બાંધકામ માટે સરકારની આર્થિક સહાય મેળવે તેવી વ્યકિત જો આર્થિક સહાય મળ્યાના છ માસના સમયગાળામાં આવાસનું બાંધકામ પુરૂ કરે તો તેમને વધારાની રૂા.20 હજારની રકમ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તેવી જાહેરાત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પ્રજાપતિએ કરી છે.

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિના જણાવ્યા મુજબ પીએમએવાયમાં રાજકોટ જિલ્લાની કામગીરી પ્રમાણમાં સારી રહી છે. શ્રેષ્ઠ કામગીરી કરનાર ગુજરાતના 10 જિલ્લાઆેમાં રાજકોટનો સમાવેશ કરાયો છે અને રાષ્ટ્રીયસ્તરે રાજકોટનું નામ 118મું છે.

પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, ગાેંડલમાં 115, જસદણમાં 106 મકાનોનું કામ પુરૂ થયું છે. જામકંડોરણામાં 92 ટકા કામગીરી પુરી થઈ છે અને ત્યાં 940 મકાનોનો ટાર્ગેટ છે.

સ્ટાફની તંગી હોવા છતાં પીએમએવાયના કામમાં રાજકોટ જિલ્લામાં સારી પ્રગતિ થઈ છે. 592 ગામમાંથી માત્ર 8 ગામમાં જીઆરએસ છે. 110નું મહેકમ મંજુર થયેલું છે, આમ છતાં પુરતા પ્રમાણમાં સ્ટાફ નથી.

Comments

comments

VOTING POLL