પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજનાના પ્રચાર-પ્રસાર અભિયાનમાં પોરબંદરની મહિલાની વરણી

November 29, 2018 at 2:21 pm


પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજનાના પ્રચાર-પ્રસાર અભિયાનમાં પોરબંદરની મહિલાની વરણી થઈ છે.

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકહિતાથર્ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી છેવાડાના માનવી સુધી તમામ લોકો સરકારની વિવિધ યોજનાઆેનો લાભ લે જે માટે પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજના પ્રચાર-પ્રસાર અભિયાન સુશાસન કેન્દ્ર અને રાજ્ય કાર્યક્રમ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીજ્ઞેશભાઈ પ્રજાપતિ, ગુજરાત પ્રદેશ પ્રભારી વિરાજ છોડતર, ગુજરાત પ્રદેશ સહપ્રભારી નિરવભાઈ ડોડીયા તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નિરવભાઈ દવેએ વિચાર વિમર્શ કરીને પોરબંદર જિલ્લાના મહિલા અગ્રણી અને ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર જ્યોતિબેન રમેશભાઈ મસાણીની ગુજરાત પ્રદેશ ઉપ-પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે જે બદલ તેમને સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા.

આગામી દિવસોમાં સંગઠનને વધુ મજબુત બનાવવા અને પ્રધાનમંત્રી જનકલ્યાણ અંતર્ગત આવતી તમામ યોજનાઆેને વધુ લોકો સુધી પહાેંચાડવા પોરબંદર જિલ્લામાં પણ અલગ-અલગ હોદ્દા માટે નિમણુંક જાહેર થશે. લાયોનેસ ક્લબ આેફ પોરબંદરના મેમ્બર્સ, સ્વદેશી જાગરણ મંચના કાર્યક્રમોએ અને પોરબંદરના શહેરીજનોએ જ્યોતિબેન મસાણીની આ નિમણુંક માટે હર્ષની લાગણી વ્યક્ત કરતા શુભેચ્છાઆે પાઠવી હતી.

Comments

comments