પ્રફુલ્લ પટેલની ઈડી સમક્ષ સતત ત્રીજા દિવસે પૂછપરછ

June 12, 2019 at 10:47 am


નાગરિક ઉડ્ડયન ખાતાના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના સિનિયર નેતા પ્રફુલ્લ પટેલ કાલે ઈડી સમક્ષ હાજર થયા બાદ આજે સતત ત્રીજા દિવસે તેમની પુછપરછ થઈ છે. સોમવારે પણ તેઓ હાજર થયા હતા. તેમની નવ કલાકથી વધુ સમય માટે પૂછપરછ કરવામાં આવી હતી.
ઉડ્ડયન ક્ષેત્રે કરોડોના કૌભાંડના આક્ષેપ સાથે ઍર ઈન્ડિયામાં નુકસાન સંબંધમાં મની લોન્ડરિંગના કેસ સંદર્ભમાં તેમની પૂછપરછ થઈ રહી છે. તપાસ અધિકારીએ 10-11 જૂને પટેલના નિવેદન નોંધ્યા હતા. તેઓ ઈડીને સહકાર આપી રહ્યા છે.

પટેલના પ્રધાનપદ દરમિયાન 111 એરક્રાફટની ખરીદી બાબતમાં પણ તપાસ થઈ રહી છે. ઈડી દ્વારા ક્રિમિનલ અરજી કરાઈ હતી. એવિયેશન ક્ષેત્રે લોબિસ્ટ ગણાતા દીપક તલવારની સામે ચાર્જશીટ ફાઈલ થયેલી છે. તેમાં પ્રફુલ્લ પટેલનું નામ પણ છે. તલવારની ઈડીએ અગાઉ ધરપકડ કરી હતી.
પ્રફુલ્લ પટેલ નાગરિક ઉડ્ડયન પ્રધાન તરીકે 2004 થી 2011 સુધી ચાર્જમાં હતા. આ ક્ષેત્રના ઘણા સિનિયરોની ઈડીએ પૂછપરછ કરી છે. અત્યાર સુધીની તપાસમાં એ બહાર આવ્યું છે કે દીપક તલવાર પ્રફુલ્લ પટેલના ખાસ મિત્ર છે. તલવાર પટેલના સતત સંપર્કમાં હતા. ઍર અરેબિયા અને અમિરાત વતી થતી ચચર્નિી વિગતોથી તલવાર પ્રફુલ્લ પટેલને વાકેફ કરતા હતા. તલવાર ઓળખાણનો ગેરલાભ લેતા હોવાનો આક્ષેપ છે.

Comments

comments

VOTING POLL