પ્રભાસપાટણઃ જય અંબે પ્લાસ્ટિકની દુકાનમાંથી 1.10 લાખનો થેલો ઉપાડીને મહિલા ફરાર

September 24, 2018 at 11:21 am


Spread the love

પ્રભાસપાટણ મુખ્ય બજારમાં હનુમાનજીનાં મંદિર અને મ્યુઝિયમની બાજુમાં આવેલ જય અંબે પ્લાસ્ટિકની દુકાનમાં સવારનાં 8-30નાં અરસામાં લીલા કલરની સાડી પહેરેલી દૂકાનમાં સવારના 8-30નાં અરસામાં લીલા કલરની સાડી પહેરેલી અંદાજિત 30થી 35 વર્ષની ઉમરની એક બાઈ દુકાને પેપર ડીશ લેવા આવેલ અને થડા પરનાં વેપારી આ પેપર ડીશ લેવા ગયેલ એટલી વારમાં ખુબજ ઝડપથી 1.10 લાખનો પૈસા ભરેલ તેલો લઈને રફૂચક્કર થઈ ગયેલ આ બાબતની ફરિયાદ સિંધી સમાજનાં રાજેશકુમાર માધવદાસ સાવરીએ પ્રભાસપાટણ પોલીસમાં ફરિયાદ નાેંધાવેલ છે. આ બાબતની વધુ તપાસ પ્રભાસપાટણ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.
બજારમાં મધ્યમાં વડલાચોક પોલીસ ચોકી આવેલ છે અને આ મુખ્ય ચોકમાં સીસી ટીવી કેમેરાઆે લગાવેલ છે પરંતુ તે પણ ઘણા સમયથી બંધ હાલતમાં શોભાયા ગાઠીયા સમાન જોવા મળે છે તો આ બનાવની તાત્કાલિક તપાસ કરીને આ સીસી ટીવી ફૂટેજમાં દેખાતી બાઈને પોલીસ તાત્કાલિક પકડે તેવી વેપારીઆેની માગણી છે.