પ્રભાસપાટણમાં નાના કોળીવાડામાં મોટો ઉત્સવ

July 31, 2018 at 11:17 am


પ્રભાસપાટણ નાના કોળીવાડામાં આજે મોટો ઉત્સવ મનાવવામાં આવેલ છે દર વર્ષે નાના કોળીવાડામાં અષાઢી બીજનાં ભવ્ય કાર્યક્રમ યોજાય છે પરંતુ આ વર્ષે આ વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે આ ઉત્સવ મનાવવો શકય ન હતો તેથી અંધારી બીજનાં દિવસે તા.30નાં દિવસે આ ઉત્સવ મનાવવામાં આવેલ આ ઉત્સવમાં પ્રસાદીમાં માલપૂવાનો પ્રસાદ બનાવવામાં આવે છે જેમાં ઘઉંનો લોટ, ગોળ સહિતની સામગ્રીનાં 1000 કિલોનો પ્રવાદ બનાવવામાં આવેલ અને સાંજના સમયે સમાજનાં 3 હજારથી વધુ લોકો આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. અને રાત્રીનાં રામદેવપીરનાં મંદિરે પાટોત્સવ મનાવવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL