પ્રભાસપાટણમાં વિદેશી દારૂ-બિયર ભરેલ આઈશર સાથે શખસની ધરપકડ

August 29, 2018 at 11:58 am


પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ગીર સોમનાથ તથા ના.પો.અધિ.ડો.જે.એમ.ચાવડા, વેરાવળ વિભાગ વેરાવળના આદેશ મુજબ પ્રાેહી/જુગારના કેસો શોધવા માટે આપેલ આદેશ મુજબ પોલીસ ઈન્સ. વી.એમ.ખુમાણ સા.તથા પો.સબ.ઈન્સ.કે.જી.ચાવડા તથા પો.હેડ.કોન્સ. રણજીતસિંહ પરબતભાઈ તથા નંદલાલ નાનજીભાઈ તથા પોલીસ કોન્સ.કુલદિપસિંહ ધીરૂભાઈ તથા વિ.સ્ટાફ પો.સ્ટે.હાજર હતા તે દરમિયાન પો.હેડ કોન્સ.રણજીતસિંહ તથા કુલદિપસિંહ તથા ભાવેશભાઈને મળેલી બાતમી આધારે હરસિધ્ધી સોસાયટીના પરિપૂર્ણ નગરમાં ગેરીયો ચુનિલાલ આંજણી (રહે.વેરાવળવાળના નવા બનતા મકાને) એક આઇસર (બોગી)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને માલ મકાનમાં હેરફેર કરે છે.જેથી તુરંત જ બનાવવાળી જગ્યાએ રેડ કરતાં આરોપી છોગારામ ઉર્ફે રમેશ ત્રિકમજી દેવાસી (જાતે રબારી,ઉ.વ.37, રહે.પોતડી, તા.સાયલા, જી.જાલોર, રાજય રાજસ્થાન) અને હાલ અમદાવાદ અસલાલી નેટલીક એકસપ્રેસ કુરિયરવાળો પોતાના હવાલાવાળી આઈસર બોગી નં.જીજે-23-વાય-6293મા ગેરકાયદેસર વગર પાસ-પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની ક્રીમ્પી સ્પેશ્યલ વ્હીસ્કીની પેટી નંગ-51 બોટલ નંગ-2443ની કિંમત રૂા.1,22,150 તથા હેવર્ડસ-5000 સુપર સ્ટ્રાેંગ બિયરના 500 એમએલના ટીન નંગ-188 જેની કિંમત રૂા.18,800 તથા આઈસર બોગી ગેરકાયદેસર દારૂની હેરફેરમાં ઉપયોગ લીધેલ જેની લીધેલ જેની કિંમત રૂા.6,00,000 મળી કુલ કિ.રૂા.7,40,950ના પ્રાેહી મુદ્દામાલ સાથે મજકુર ઇસમ પકડાઈ પાડેલ તથા સદરહું દારૂ ભરાવનાર તથા બોગીમાંથી દારૂની પેટીઆે ઉતારવામાં મદદ કરનાર ગુરૂ ભૈયાજી (રહે.સેલવાસ, વાપી) તથા આઈસરમાંથી દારૂ ઉતારવામાં મદદ કરનાર એક અજાÎયો ઈસમ ભાગી જતા તથા સદરહું મકાન માલીક ગેરિયો ચુનીલાલ આંજણી પોતાના મકાને સદરહું દારૂ ઉતારવાની સગવડ પૂરી પાડી ગુનો કરેલ જેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ સબ ઈન્સ.કે.જી.ચાવડા ચલાવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL