પ્રભાસ અને શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇ ખુબ ઉત્સુકતા

August 6, 2018 at 8:14 pm


શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની જોડી હવે નવી ફિલ્મ સાહોમાં નજરે પડનાર છે. આ ફિલ્મને લઇને ચાહકો ઉત્સુક બનેલા છે. કારણ કે આ ફિલ્મ 300 કરોડ રૂપિયાના બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. જો કે ફિલ્મની રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી રહી નથી. જેથી ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. શ્રદ્ધાને પણ એક સારી હિટ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. પ્રભાસની લોકપ્રિયતા જોતા આ ફિલ્મ સુપરહિટ સાબિત થનાર છે. આ ફિલ્મને પહેલા આ વષેૅ રજૂ કરવાની યોજના હતી. ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યાુ છે. પ્રભાસ અને શ્રદ્ધા ફિલ્મમાં સાથે દેખાશે તેવા હેવાલ આવ્યા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. ફિલ્મના અન્ય કલાકારો સાથે વાતચીત ચાલી રહી છે. આ ફિલ્મ ત્રણ ભાષામાં બની રહીછે. હવે મળેલી માહિતી મુજબ ફિલ્મમાં અનેક હિન્દી ફિલ્મોના ટોપ સ્ટાર કામ કરવા જઇ રહ્યાા છે. જેમાં જેકી શ્રાેફ, ચંકી પાન્ડે અને મહેશ માંજરેકર કામ કરી રહ્યાા છે. ટીનુ આનંદ પણ કામ કરી રહ્યાા છે. ફિલ્મમાં વિજય કુમારના પુત્ર અને Ãલે બેક િંસગર અરૂણ વિજય પણ કામ કરનાર છે. ફિલ્મમાં મલયાલમ સ્ટાર મિસ્ટર લાલ પણ કામ કરી રહ્યાાે છે. ઉપરાંત નીલ નિતિન મુકેશની પણ ભૂમિકા છે. આફિલ્મ હાઇટેક એક્શન ડ્રામાં ફિલ્મ છે. ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં બની રહી છે. ફિલ્મમાં હાઇટેક એક્શન સીન રાખવામાં આવ્યા છે. ફિલ્મની પટકથા સુજીતે લખી છે. નિદેૅશનની જવાબદારી પણ તે પાેતે અદા કરી રહ્યાા છે. આ ફિલ્મ આગામીવષેૅ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. દેશભરમાંબાહુબલી નામથી પ્રભાસ વધારે આેળખાય છે.

Comments

comments

VOTING POLL