પ્રમુખસ્વામી આેડિટોરિયમમાં આગ ભભૂકીઃ 20 દિવસ બુકિંગ બંધ

January 19, 2019 at 4:05 pm


રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રૈયારોડ પરના પ્રમુખસ્વામી આેડિટોરિયમમાં આજે વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠતાં ફાયરબ્રિગેડના જવાનોએ તુરંત જ સ્થળ પર પહાેંચી જઈને આગ બૂઝાવી નાખી હતી.
આજે સવારે 6-30 વાગ્યાની આસપાસ પ્રમુખસ્વામી આેડિટોરિયમમાં ઈલેકટ્રીક રૂમમાં સ્પાર્ક થવાના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતમાં ઈલેકટ્રીક પેનલ, લાઈટિંગ પેનલ અને મેઈન પેનલને તેની ઝપટમાં લઈ લીધા હતા. આગને કારણે ઈલેકટ્રીક કામ રાખ થઈ ગયું છે. આ ઉપરાંત પીઆેપીને પણ નુકસાન થયું છે. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે રૂા.25 લાખનું નુકસાન થયું છે.
પ્રમુખસ્વામી આેડિટોરિયમ વિસ્તારમાં આજે પીજીવીસીએલ દ્વારા સવારથી જ વીજ પુરવઠો બંધ હતો અને તેથી બેટરી સંચાલિત યુપીએસ ચાલુ કરવામાં આવ્યું ત્યારે તેમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી અને જોત જોતમાં આગે આખો ઈલેકટ્રીક રૂમ પોતાની ઝપટમાં લઈ લીધો હતો. આગની ઘટનાની ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર ફાઈટરો તુરંત જ સ્થળ પર પહાેંચી ગયા હતા અને આગ બૂઝાવી નાખી હતી.
સદ્નસીબે પ્રમુખસ્વામી આેડિટોરિયમમાં કોઈ કાર્યક્રમ ચાલુ હોય ત્યારે આગ લાગી નથી અને વહેલી સવારે આગ લાગતા કોઈ જાનહાની થઈ નથી. બનાવની જાણ થતાં જ રોશની વિભાગના એન્જિનિયરો અને ઈલેકટ્રીશ્યનો સ્થળ પર પહાેંચી ગયા હતા અને િક્લનિંગની કામગીરી ચાલુ કરી દીધી છે. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી આ હોલનું બુકિંગ બંધ કરાયું છે અને હાલ જે બુકિંગ છે તે રદ કરવામાં આવ્યા છે. ઈલેકટ્રીકનું કામ નવેસરથી સરખું કરાયા બાદ હોલ ફરી કાર્યરત કરાશે પરંતુ હાલ તુરંત 20 દિવસ સુધી આ હોલ ચાલુ થાય તેવી સંભાવના નથી.

Comments

comments

VOTING POLL