પ્રાથમિક શિક્ષક સંઘના ધરણાના કાર્યક્રમમાં તળાજા સહિત ભાવનગર જિલ્લાે ન જોડાયો

February 12, 2019 at 2:26 pm


રાજય લેવલના ધરણાના કાર્યક્રમને લઈ મત ભેદો આવ્યા સપાટી પર ઃ તળાજામાં બપોર બાદ બોલાવેલી બેઠક પણ મુલત્વી રાખવામાં આવી

રાજ્ય પ્રાથમિક શાળા શિક્ષક સંઘ દ્વારા આજ વિવિધ પડતર માગણીઆેને લઈ રાજ્ય લેવલે ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો. તેમાં તળાજા સહિત ભાવનગર જીલો જોડાયો નહતો. તેના માટે સંઘ સાથે જોડાયેલ સંબધિત સૂત્રો કહે છે કે સંકલનનો અભાવ અને આંતરિક મતભેદોનું કારણ હોઈ શકે.
ગુજરાત રાજ્ય પ્રથમીક શાળા શિક્ષક સંઘ દ્વારા આજ રાજ્ય લેવલનો ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવેલ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ પ્રાંતના શિક્ષકો ધરણાંના કાર્યક્રમમાં જોડાયા હતા. પરંતુ તળાજા તાલુકા પ્રાથમિક શાળા શિક્ષક સંઘ જોડાયો નહિ ધરણાંનો કાર્યક્રમ આપેલ ન હતો. જેને લઈ તાલુકા સંઘ અધ્યક્ષ વજેરામભાઈ લાધવાને પૂછતાં જિલ્લા લેવલેથી કોઈ આદેશ ન હોય રાજ્ય લેવલના આ કાર્યક્રમમાં જોડાયા નિથ. જોકે તેમણે બપોરબાદ બેઠક બોલાવી હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોઈ કારણો સર બપોર બાદ બેઠક પણ બોલાવવામાં આવી નહતી તળાજા સહિત ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘ ન જોડતા શિક્ષક ગણ અને ખાસ કરીને સંઘના આગેવનો માં ચકચાર ફેલાઈ હતી. તેમાંથી એવો સુર જાણવા મળ્યો કે જિલ્લા અને રાજ્ય સંઘ બહારથી સનગઠિત હોય તેવું દેખાય છે પણ તેવું લાગતું નથી આજના આ કાર્યક્રમને લઈ એવું ખીશકાય કે જીલ્લા અને રાજ્યસંઘ વચ્ચે આંતરિક મત ભેદ છે જે આજ બહાર આવ્યા છે. આ િસ્થતિ ભાવનગર જિલ્લા પૂરતી નથી રાજ્યના વિવિધ જીલા તાલુકામાં પણ હોવાનો સુર વ્યક્ત થયો હતો. એમ પણ સાંભળવા મળ્યું કે સંઘ પ્રમુખ ભાજપ પરિવાર સાથે આડકતરી રીતે જોડાયેલ છે.

Comments

comments

VOTING POLL