પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવાનો પ્રયાસ

January 7, 2019 at 9:10 am


પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ રાજ્યમાં અત્યારે ધો.1થી8માં હાલનો ડિટેન્શન પોલિસી એટલે કે વિદ્યાર્થીને નાપાસ નહી કરવાની નીતિ અમલમાં છે. જેને કારણે વિદ્યાર્થીનું પરિણામ ખૂબ જ નબળુ હોય તો પણ તેને પાસ કરીને આગળના ધોરણમાં મોકલવામા આવે છે. આ માટે કેન્દ્ર સરકાર આરટીઈ એક્ટમાં સુધારો કરવા માટે વિધેયક રજૂ કરાયુ છે. આ વિધેયકને લોકસભા બાદ રાજ્યસભામાં પણ મંજૂરી મળી જતા હવે આગામી શૈક્ષણિક વર્ષ 2019-20થી ડિટેન્શન પોલિસી લાગુ થશે. હવે ધો.5થી 8માંજ વિદ્યાર્થીઆે પોતાની મહેનતથીના પરિણામે જ પાસ કે નાપાસ થશે.લાગે છે કે, આ નિયમને કારણે હવે વિદ્યાર્થીઆે પણ થોડા વધુ ગંભીર બનશે.

2009માં યુપીએ સરકારે આરટીઈ એક્ટ હેઠળ ધોરણ 1થી 8માં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઆેને નાપાસ નહી કરવાની જોગવાઈ કરી હતી. આવી નીતિને કારણે બાળકોનું શૈક્ષણિક સ્તર નબળું રહેતું હોવાની રજૂઆત ગુજરાત સરકારે વર્ષ 2014માં એન.ડી.એ. સરકારને કરી હતી. નાપાસ નહી કરવાની જોગવાઈના કારણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા બગડતી હતી તેવી વારંવાર રજૂઆતો કરાઈ હતી.

ભારત સરકારે ગુજરાત સરકારની આ રજૂઆતને ધ્યાને રાખીને ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરાશે તેવો આરટીઈ એક્ટ હેઠળ સુધારો લાવતો ખરડો સંસદમાં રજૂ કરાયો હતો. સપ્ટેમ્બર 2018માં લોકસભામાં મંજુર થયેલા આ ખરડાને હવે રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે. આમ સંસદના બંને ગૃહોમાં આ ખરડો મંજુર થઇ ગયો છે. હવે વિદ્યાર્થીઆેને ક્વોલિટી શિક્ષણ મળે અને તેમની કારકિદ} સુધરે તે જોવાની નૈતિક જવાબદારી શિક્ષકોની રહેશે.

Comments

comments

VOTING POLL