પ્રિટી ઝિન્ટાનો નેસ વાડિયા સામેનો સતામણીનો કેસ રદ

October 11, 2018 at 10:52 am


બોમ્બે હાઈકોર્ટે એક્ટર પ્રીટિ ઝિન્ટાએ ઉદ્યાેગપતિ નેસ વાડિયા સામે કરેલો જાતીય સતામણીનો કેસ રદ કરી નાંખ્યો છે. ઝિન્ટાએ એવો આરોપ મૂક્યો હતો કે 2014માં મુંબઈના વાનેખેડે સ્ટેડિયમમાં નેસ વાડિયાએ તેની સતામણી કરી હતી. જસ્ટિસ રણજિત મોરે અને જસ્ટિસ ભારતી એચ ડાંગરેની બેન્ચે બુધવારે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. વાડિયાએ આ કેસ રદ કરવા માટે અરજી કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં બંને જણને બુધવારે હાજર રહેવા માટે કહ્યું હતું.

અગાઉની સુનાવણીમાં, હાઈકોર્ટે ઝિન્ટાને વાડિયાએ ફાઈલ કરેલી કેસ રદ કરવાની અરજી અંગે જવાબ આપવા માટે જણાવ્યું હતું. જોકે, ઝિન્ટાએ તેના અંગે કોઈ જવાબ ફાઈલ કર્યો નહોતો. ઝિન્ટાએ વાડિયા સામે જાતીય સતામણી અને ગુનાઈત ધમકીનો આરોપ મૂક્યો હતો.

20 મે 2014ના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં આ ઘટના બની હતી. બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને ઝિન્ટાએ મરિન ડ્રાઈવ પોલીસમાં આ અંગે વાડિયા સામે ફરિયાદ કરી હતી. વાડિયા અને ઝિન્ટા કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલ ટીમના સંયુક્ત માલિક હતાં.

જોકે, આ કેસમાં વાડિયા સામે ચાર વર્ષ પછી આ વર્ષના ફેબ્રુઆરીમાં ચાર્જશીટ ફાઈલ થઈ શકી હતી. પોલીસ સમક્ષના નિવેદનમાં ઝિન્ટાએ એવો આરોપ પણ મૂક્યો હતો કે, ગરવારે પેવેલિયનમાં એસી બોક્સમાં તેઆે બેઠા હતા ત્યારે વાડિયા તેના ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા સ્ટાફને પણ હેરાન કરતા હતા. તેણે વાડિયાને શાંત રહેવા માટે કહ્યું હતું કેમકે, તેમની ટીમ જીતી રહી હતી. જોકે, તે પછી વાડિયાએ મને ગાળો આપવાનું શરુ કર્યું હતું અને બાથમાં જોરથી ભીસી દીધી હતી, તેમ ઝિન્ટાએ પોલીસને લખાવેલા નિવેદનમાં કહ્યું હતું.

ઝિન્ટાએ તે પછી પોલીસ સ્ટેશનનમાં તેના શરીર પર ઉઝરડા પડéા હોય તેવા ચાર ફોટોગ્રાફ પણ સબમિટ કરાવ્યા હતા. ઝિન્ટાનો દાવો હતો કે વાડિયાએ તેને બાથમાં ભીસી ત્યારે આ ઉઝરડા પડéા હતા. આ વર્ષે જુલાઈમાં વાડિયાએ પોલીસમાં નવ જણનાં નામ આપ્યાં હતાં અને સાક્ષી તરીકે તેમના નિવેદન લેવા વિનંતી કરી હતી. આ તમામ સાક્ષીઆેએ આવી કોઈ ઘટના બની ન હોવાનું તેમના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL